ગુજરાત

સાચા રેશનકાર્ડ ધારકોને E-KYC મારફત અનાજ નો લાભ આપવા સરકાર કટિબધ્ધ

 રાજ્યના જરૂરિયાતમંદ નાગરિકને અનાજનો જથ્થો મળી રહે તે માટે શરૂ કરેલ E-KYC એ એક સાચા લાભાર્થી ની ઓળખ પ્રસ્થાપિત કરી ને તેમને પૂરતો અનાજ નો જથ્થો મળી રહે તે માટેનો એક ક્રાંતિકારી નિર્ણય છે. સરકાર પાત્રતા ધરાવતા તમામ સાચા રેશનકાર્ડ ધારકોને લાભ આપવા માટે કટિબધ્ધ છે.માટે NFSA કાર્ડ ધારકોને e-KYC કરાવવુ જરૂરી જણાય છે. અત્યાર સુધીમાં રાજ્ય માં 85% કરતા પણ વધારે NFSA રેશનકાર્ડ ધારકોનું e-KYC કરવામાં આવેલ છે.

બાકીના સાચા NFSA રેશનકાર્ડ ધારકોને સમયસર પૂરતો અનાજનો જથ્થો મળી રહે તે માટે સત્વરે e-KYC કરાવી લેવા સરકાર દ્વારા ખાસ વિનંતી છે. જેથી e-KYC ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ NFSA રેશનકાર્ડ ધારકોને મળવા પાત્ર અનાજના જથ્થાનું વિતરણ કરી શકાય.

હવે કાર્ડધારક ઘરે બેઠા My ration app દ્વારા પણ e-KYC કરી શકે છે. આ ઉપરાંત નજીકની મામલતદાર કચેરી/ ઝોનલ કચેરી કે ગ્રામપંચાયતમાં જઈને પણ સત્વરે e-KYC કરાવી શકે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *