ગુજરાત

ઈડરના નિવૃત્ત શિક્ષક સાથે ડેટિંગ એપ મારફતે મહાઠગાઈ

ઈડરના રતનપુર ગામના નિવૃત્ત શિક્ષક પ્રવિણભાઈ પટેલ સાથે ડેટિંગ એપના બહાને ઠગાઈ કરાઈ હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. યુવતી સાથે ડેટિંગ એપ મારફતે થયેલ પરિચયના આધારે શિક્ષકને વિશ્વાસમા લઈ અમદાવાદ બોલાવવામા આવ્યા હતા જ્યાં આરોપીઓએ શિક્ષક પાસે રૂ. ૧.૧૫ લાખની રકમ તથા બ્રીઝા કાર લૂંટી હતી.

આ સમગ્ર ગુનાની પાછળ છ સભ્યોની ગેંગ સંડોવાઈ હોવાનો ખુલાસો થયો છે. હાલમા ઈડર પોલીસ દ્વારા તમામ આરોપીઓ સામે IPC-2023ની કલમ 308(5), 61(2), 351(3), 204 અને 54 હેઠળ ગુનો નોંધાઈ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, નિવૃત્ત શિક્ષકનો ડેટિંગ એપ પર મોનિકા ઉર્ફે મનિષા પટેલ સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદ આરોપી યુવતીની માતા તરીકે ઓળખાવતી વર્ષાબેન પટેલ તથા અન્ય સહ આરોપી અવનીબેન દવે અને અન્ય સહયોગીઓએ શિક્ષકને લાલચ આપી અમદાવાદ બોલાવ્યા હતા.

જ્યાં ફ્લેટમા મળી ટોળકીના એક સભ્ય કિસ્મત રબારીએ પોતાને પીઆઇ તરીકે ખોટી ઓળખ આપી શિક્ષકને ડરાવ્યા હતા. અન્ય આરોપીઓ સંજય ધાંધળ, સુનિલ શર્મા અને નિર્મલ હુડીયાએ પતાવટના બહાને રૂ. ૧૫ લાખની માંગણી કરી હતી. દરમ્યાન, શિક્ષકના એટીએમમાથી બળજબરીપૂર્વક ₹ ૧૧૫૦૦૦ ઉપાડી લેવામા આવ્યા હતા વધુ રકમની માંગણી થતા શિક્ષકે પરિવારજનોને જાણ કરી હતી. પરિવારજનોએ તાત્કાલિક ઈડર પોલીસનો સંપર્ક કરતા પોલીસે ઝડપથી કાર્યવાહી કરી હતી વધુ રકમ લેવા ઈડર આવેલા બે શખ્સોમાથી એકને ઝડપી લઈને પૂછપરછ કરતા સમગ્ર કાવતરુ ખુલ્લુ પડી ગયુ હતુ ત્યારબાદ અન્ય પાંચ આરોપીઓને પણ ઝડપી લેવામા આવ્યા છે. તપાસ અધિકારી પીએસઆઇ આર.જે. જાડેજાની આગેવાનીમા આ સમગ્ર ગુનાની તપાસ ચલાવાઈ રહી છે ઈડર પોલીસે સમયસરની કાર્યવાહી કરીને આરોપીઓને પકડી પાડ્યા હતા આ બનાવ લોકોને ડિજિટલ સંપર્કો પર વધારે સાવચેત રહેવાની ચેતવણી આપી રહ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *