ગુજરાત

કડી-વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી : હવે ભાજપે ઉમેદવાર કર્યા જાહેર

ગુજરાતની કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પરની પેટાચૂંટણી માટે રાજકીય પક્ષોએ ઉમેદવારો જાહેર કરતા સ્પર્ધા તીવ્ર બની છે. આ ચૂંટણીમાં ત્રિકોણીય મુકાબલો જોવા મળશે. ભાજપે કડી બેઠક પર અનુભવી નેતા રાજેન્દ્ર દાનેશ્વર ચાવડાને ટિકિટ આપી છે, જ્યારે વિસાવદર બેઠક પર કિરીટ બાલુભાઈ પટેલ ચૂંટણી લડશે. કોંગ્રેસે કડી બેઠક માટે તેના પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને ફરીથી મેન્ડેટ આપ્યું છે, જેઓ તેમના લડાયક સ્વભાવ માટે જાણીતા છે. બીજી તરફ, આમ આદમી પાર્ટી (AAP) એ પણ પોતાના ઉમેદવારો ઉતાર્યા છે: કડી માટે જગદીશ ચાવડા અને વિસાવદર માટે ગોપાલ ઇટાલિયા. AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે કે AAP આ બંને બેઠકો પર મજબૂતીથી લડીને વિજય મેળવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *