ધર્મ દર્શનરાષ્ટ્રીય

મુકેશ અંબાણીના ઘરે બાપ્પાનું આગમન, બોલિવૂડ સેલેબ્સ પૂજામાં સામેલ થયા.

મુંબઈઃ
બીજી સપ્ટેમ્બરના રોજ દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. બિઝનેસમેન મુકેશ અંબાણીના એન્ટિલિયામાં પણ બાપ્પાને બેસાડવામાં આવ્યા છે. એન્ટિલિયાને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. ગણેશ ચતુર્થીની રાત્રે 9 વાગે પૂજા કરવામાં આવી હતી અને લૅવિશ ડિનર પાર્ટી યોજાઈ હતી. આ ડિનર પાર્ટીમાં બોલિવૂડની અનેક હસ્તીઓ હાજર રહી હતી.

બોલિવૂડમાંથી કોણ આવ્યું?
અનિલ કપૂર-સુનિતા, માધુરી દીક્ષિત-શ્રીરામ નેને વહેલા આવ્યાં હતાં. આ ઉપરાંત પ્રિયંકા ચોપરાનો ભાઈ સિદ્ધાર્થ ચોપરા, ઈશા કોપિકર, ઈલેના ડીક્રૂઝ, ક્રિકેટર્સ હાર્દિક પંડ્યા, પાર્થિવ પટેલ, યુવરાજ સિંહ, અજીત અગરકર, ઝહિર ખાન, હરભજન સિંહ, સચિન તેંડુલકર જોવા મળ્યાં હતાં. અમિતાભ બચ્ચન, આમિર ખાન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, કરન જોહર, નીલ નીતિન મુકેશ, રેખા, કાજોલ, કરિશ્મા કપૂર, સુનિલ શેટ્ટી સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં.

મુકેશ અંબાણીએ પત્ની નીતા સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો. અનંત અંબાણી કથિત પ્રેમિકા રાધિકા મર્ચન્ટ સાથે જોવા મળ્યો હતો. શ્લોકા મહેતાની લગ્ન બાદ આ પહેલી ગણેશ ચતુર્થી છે. તે પતિ આકાશ સાથે જોવા મળી હતી. ઈશા અંબાણીએ માતા નીતા સાથે પોઝ આપ્યો હતો. અનિલ અંબાણી તથા ટીના અંબાણી પણ આવ્યાં હતાં.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x