દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની રાહ લંબાઈ: ૧૪-૧૫ જૂન પછી આગમનની શક્યતા
સુરત: કેરળ અને મુંબઈ સુધી વહેલું પહોંચેલું ચોમાસું હાલ મુંબઈ ખાતે થંભી ગયું છે. નવી સિસ્ટમ ન બનવાને કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતના રહેવાસીઓને ચોમાસા માટે વધુ પખવાડિયું રાહ જોવી પડશે. હવામાન વિભાગે ૧૪-૧૫ જૂન બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હાલમાં, સુરતમાં ભેજવાળા વાતાવરણ વચ્ચે પવનો ફૂંકાઈ રહ્યા છે, અને ક્યાંક છૂટાછવાયા ઝાપટાં પડી રહ્યા છે, પરંતુ નિયમિત ચોમાસું શરૂ થયું નથી. હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે મુંબઈ નજીક બનેલી સિસ્ટમ વિખેરાઈ જતાં ચોમાસાની પ્રગતિ અટકી છે. હવે અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ બન્યા પછી જ દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સક્રિય થશે.