રથયાત્રા પહેલાં અમદાવાદમાં સુરક્ષા કવાયત: વિઝા નિયમો ભંગ કરનારા વિદેશીઓ નિશાન પર
અમદાવાદ: આગામી ૨૭ જૂને યોજાનારી ભગવાન જગન્નાથની ૧૪૮મી રથયાત્રાને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસે સુરક્ષા કડક બનાવી છે. વિઝાની મુદત પૂરી થયા બાદ પણ ગેરકાયદેસર રીતે શહેરમાં રોકાયેલા ૨૪૦ વિદેશી નાગરિકોને શોધી કાઢવામાં આવ્યા છે. આમાં ૨૦ પાકિસ્તાની, ૧૦૦ બાંગ્લાદેશી અને આફ્રિકન-યુકેના નાગરિકોનો સમાવેશ થાય છે.
આ લોકો પ્રવાસી અથવા મુલાકાતી વિઝા પર ભારતમાં આવ્યા હતા પરંતુ તેમની વિઝા અવધિ સમાપ્ત થયા પછી પણ રોકાયા હતા. પોલીસે આવા વ્યક્તિઓને શોધીને દેશનિકાલની કાર્યવાહી કરવા માટે સાત ટીમોની રચના કરી છે. આ કાર્યવાહી ચંડોળા તળાવ વિસ્તારમાં થયેલા ડિમોલિશન બાદ શરૂ કરવામાં આવી છે. આ ઓપરેશન સુરક્ષા વ્યવસ્થાનો એક ભાગ છે, અને વિઝા નિયમોનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરી ગયેલા આવા લોકોની માહિતી કેન્દ્રીય એજન્સીઓ સાથે પણ શેર કરવામાં આવી છે.