આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં રાજકીય હડકંપ: ઇલોન મસ્કે નવા પક્ષ ‘ધ અમેરિકા પાર્ટી’ની ચર્ચા છેડી

વોશિંગ્ટન ડી.સી.: અમેરિકી રાજકારણમાં હાલ મોટો ડ્રામા ચાલી રહ્યો છે, જેમાં છેલ્લા છથી આઠ મહિનાથી એકબીજાના સમર્થક રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્ક હવે સામસામે આવી ગયા છે. બંને એકબીજાને જાહેરમાં પડકારી રહ્યા છે, અને ઇલોન મસ્કે તો એમ પણ કહ્યું છે કે જો તેઓ ન હોત તો ટ્રમ્પ ક્યારેય ચૂંટણી જીત્યા જ ન હોત.

આ વિવાદ વચ્ચે, મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ‘ધ અમેરિકા પાર્ટી’ નામે એક નવો રાજકીય પક્ષ શરૂ કરવાની ચર્ચા શરૂ કરી છે. તેમણે X પર એક પોલ કરીને લોકોને પૂછ્યું હતું કે શું અમેરિકામાં હવે ત્રીજા પક્ષની જરૂર છે? જેના પરિણામ સ્વરૂપે ૮૦ ટકા લોકોએ નવા પક્ષની જરૂરિયાત દર્શાવી. મસ્કની આ જાહેરાત અમેરિકી રાજકારણમાં નવા યુગનો પ્રારંભ કરી શકે છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલાં જ ટ્રમ્પ અને મસ્ક એકસાથે જોવા મળ્યા હતા, પરંતુ ‘ધ વન બિગ બ્યુટીફુલ’ બિલ અને ટેરિફ પરના મતભેદો બાદ તેમનો વિવાદ વકર્યો. ટ્રમ્પે મસ્કને “બિચારા” ગણાવ્યા છે અને તેમની સાથે વાત કરવાનો ઇનકાર કર્યો છે.


ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *