ગાંધીનગર

ગાંધીનગર ઘ-5 ની ફુડકોર્ટમાં ગટરો ઉભરાતાં સ્થિતિ નર્કાગાર! ગટરના દુર્ગંધયુક્ત વાતાવરણમાં બનતું ફુડ લોકોના આરોગ્ય સામે ખતરો

ગાંધીનગર :

ગાંધીનગર શહેરના સેક્ટર-૧૬માં આવેલી ફુડકોર્ટની ગટરો છેલ્લા ઘણા સમયથી ઉભરાઇ જવાથી આ વિસ્તારમાં ગંદુ પાણી વહી રહ્યું છે. ફુડકોર્ટમાં રોજના અસંખ્ય લોકો ખાણી-પીણી માટે આવતાં હોય છે. ત્યારે ગટરો ઉભરાવાથી લોકોને દુર્ગંધ યુક્ત વાતાવરણમાં બેસીને આરોગવાની નોબત આવી છે પરંતુ તંત્ર દ્વારા તેમજ ફુડકોર્ટમાં આવેલાં સ્ટોલના સંચાલકો દ્વારા પણ આ ગંદકી દુર થાય તે માટે કોઇ જ પ્રયત્ન કરવામાં આવતાં નથી. હાલમાં ગટરના પાણી ઉભરાતાં સ્થિતિ નર્કાગાર બની ગઇ છે.

પાટનગરના મધ્યમાં તંત્ર દ્વારા થોડા વર્ષ અગાઉ નગરજનોને એક જ સ્થળ પર ખાણી-પીણીની સુવિધા પ્રાપ્ત થઇ શકે તે માટે ફુડકોર્ટ સેક્ટર-૧૬માં ઉભી કરવામાં આવી છે. જેમાં વિવિધ ખાણી-પીણીની સ્ટોલની સાથે સાથે જરૂરી પ્રાથમિક સુવિધાઓ પણ ઉભી કરાઇ છે.

ત્યારે આ ફુડકોર્ટમાં ચોમાસાની મોસમમાં વરસાદી પાણી ભરાવાની સાથે સાથે ગટરના ગંદા પાણી અવાર નવાર ઉભરાતાં હોવાથી તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરી નહીં હોવાનું નજરે પડતું હોય તેમ દર વર્ષે આ પરિસ્થિતિનો સામનો ફુડકોર્ટમાં આવતાં મુલાકાતીઓ તેમજ સ્ટોલના સંચાલકોને કરવો પડે છે. ત્યારે છેલ્લા ઘણા દિવસથી આ વિસ્તારમાં આવેલી ગટરો ઉભરાતાં તેના ગંદા પાણી ફુડકોર્ટમાં વહી રહ્યાં છે.

પરંતુ આ દુર્ગંધ યુક્ત ગંદા પાણીનો યોગ્ય નિકાલ થાય તે માટે તંત્ર દ્વારા પણ કોઇ જ કામગીરી કરવામાં નહીં આવતાં દિનપ્રતિદિન ગંદકીમાં પણ વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ રોજના અસંખ્ય લોકો ફુડકોર્ટમાં ખાણી-પીણી અર્થે આવતાં હોય છે. આમ ગટરનું દુર્ગંધ યુક્ત પાણી સતત વહેતું હોવાથી ના છૂટકે સ્વાદનારસીયાઓને દુર્ગંધયુક્ત વાતાવરણમાં ખોરાક આરોગવાની નોબત આવી છે. તો બીજી તરફ આ પાણીનો નિકાલ નહીં થતાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધી જવા પામ્યો છે.

ફુડકોર્ટમાં ખાણી-પીણીના સ્ટોલમાં પણ રોજે રોજ બની રહેલાં ભોજન પણ આ ગટરના દુર્ગંધયુક્ત વાતાવરણમાં બનતું હોવાથી લોકોના આરોગ્ય સામે પણ ખતરો તોળાઇ રહ્યો છે. ત્યારે એસો. દ્વારા છેલ્લા એક મહિનાથી રજૂઆતો કરવા છતાં કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી જેના પગલે વેપારીઓમાં પણ રોષ ઉભો થયો છે.  સમગ્ર ફુડકોર્ટમાં ગટરના પાણી વહેતા હોવાથી હાલમાં પરિસ્થિતિ નર્કાગાર બની ગઇ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x