ગાંધીનગરની બેન્કમાં ‘ઢબુડી મા’ના રૂ. 62 લાખ જમા, ખાતું બંધ કરાયું
ગાંધીગનરઃ
ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ સામે પોલીસ ફરિયાદ થયા બાદ ધનજી ઓડ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ત્યારે ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ ચાર વર્ષમાં કેવી રીતે રોડપતિ માંથી કરોડપતિ થઇ ગયો તે તંત્ર માટે તપાસનો વિષય છે. થોડા દિવસ અગાઉ ઢબુડી ઉર્ફે ધનજીની હકીકત લોકો સમક્ષ આવી ત્યારે ધનજીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મારી પાસે એક પણ રૂપિયો નથી અને જે લોકો મારી ઉપર ખોટા આક્ષેપ કરી રહ્યા છે એ પુરાવા રજૂ કરે. ધનજીના આટલા આત્મવિશ્વાસનું કારણ એ હતુકે તેણે તમામ સંપત્તિ પોતાના સાળા સુરેશ અને પત્નીના નામે કરી દીધી છે.જોકે ન્યૂઝ18 પાસે ધનજીના બેન્ક એકાઉન્ટની જે વિગતો આવી છે તે કંઇક અલગ જ કહાની રજૂ કરે છે. યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા ગાંધીનગર સેક્ટર 17ની બ્રાન્ચમાં જેમાં હાલ નવી એન્ટ્રી સાથે ધનજીના એકાઉન્ટમાં 62 લાખ 23 હાજર 634 રૂપિયા બેંકમાં જોવા મળી રહ્યા છે. અને હવે સવાલ એ છે કે ધનજી ઓડ પાસે એક પણ રૂપિયો નથી તો તેના એકાઉન્ટમાં લાખોની એન્ટ્રી કેવી રીતે દેખાય છે.? અને આ 62 લાખ રૂપિયા કયાંથી આવ્યા.? અધિકારીઓએ ધનજી ઓડના આ બેન્ક અકાઉન્ટને બંધ કરાયું છે.