ગુજરાત

સરકાર સામે ગુજરાત પ્રાથમિક શિક્ષણ સંઘની બેઠકમાં ‘કાઇઝાલા’ અને BLOની એપ ડાઉનલોડ નહીં કરવાનો નિર્ણય લેવાયો.

ગાંધીનગર :

શિક્ષણ વિભાગ દ્વારા કાઇઝાલા એપ્લીકેશન વિકસાવવામાં આવી છે. જેના મારફતે શિક્ષકોનું લાઇવ લોકેશન મેળવી શકાય છે અને ઓનલાઇન હાજરી પણ પુરાઇ શકે છે.સમગ્ર રાજ્યમાં આ એપ્લીકેશનનો શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવ્યા બાદ તાજેતરમાં મળેલી રાજ્ય પ્રાથમિક શિક્ષક સંધની બેઠકમાં આ એપ્લિકેશન ડઉનલોડ નહીં કરવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આવી જ રીતે બીએલઓની કામગીરી માટેની ઓનલાઇન એપ પણ ડાઉનલોડ નહીં કરવા માટે શિક્ષકોને સંઘે આદેશ કર્યો છે.

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની મહત્વની બેઠક તાજેતરમાં દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષપદે મળી હતી. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષકોને કાઇઝાલા એપ ડાઉનલોડ કરીને તેના દ્વારા હાજરી પુરવાની સુચના આપવામાં આવી છે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.

સંકલનની આ બેઠકમાં તમામ જિલ્લાના પ્રમુખ અને મહામંત્રી અને હોદ્દેદારોએ આ એપ્લીકેશન સામે અસંતોષ તેમજ આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેના કારણે  કાઇઝાલા એપ શિક્ષકોને પોતાના મોબાઇલમાં ડાઉનલોડ નહીં કરવા  આ બેઠકમાં સર્વાનુમત્તે નિર્ણય લેવામાં આવ્યો હતો. એટલું જ નહીં શિક્ષક સંઘે આ એપ્લીકેશન ડાઉનલોડ નહીં કરવા તમામ આચાર્ય અને શિક્ષકોને આદેશ પણ જાહેર કર્યો  છે.

આ ઉપરાંત સંઘના મહામંત્રી સતીષ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં બીએલઓની કામગીરી કરતાં પ્રાથમિક શિક્ષકોને ઓનલાઇન એપ્લીકેશનથી કામગીરી કરવા માટે પણ સુચના આપવામાં આવી છે.

જે કામગીરી પણ જટીલ હોવાથી શિક્ષકો મુંઝાયા છે. આ બાબતે પણ બેઠકમાં શિક્ષકોએ વિરોધ કર્યો હતો. જેથી ચૂંટણીપંચની આ એપ્લીકેશન પણ પોતાના અંગત મોબાઇલમાં ડાઉનહોલ નહીં કરવા માટે સંઘે શિક્ષકોને સુચના આપી છે. એટલું જ નહીં જિલ્લાના પ્રમુખ તથા મહામંત્રીને આ આદેશનો અમલ થાય તેની તકેદારી રાખવા સુચના આપવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x