ગુજરાતરાષ્ટ્રીય

ભારતમાં કોરોનાની નવી લહેરની આશંકા: XFG વેરિઅન્ટનો ખતરો વધ્યો

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના કેસો ફરીથી વધી રહ્યા છે, અને એક નવા, વધુ સંક્રામક XFG વેરિઅન્ટની હાજરીએ ચિંતા જગાવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સોમવારના આંકડા મુજબ, દેશમાં સક્રિય કોરોના કેસોની સંખ્યા ૬,૪૯૧ પર પહોંચી ગઈ છે. ખાસ કરીને, ઇન્ડિયન સાર્સ-કોવ-૨ જિનોમિક્સ કંસોર્ટિયમે (INSACOG) દ્વારા દેશભરમાંથી XFG વેરિઅન્ટના ૧૬૩ કેસની પુષ્ટિ કરવામાં આવી છે.

રાજ્યવાર સ્થિતિ જોઈએ તો, કેરળમાં સૌથી વધુ ૧,૯૫૭ સક્રિય કેસો નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ૮૯, તમિલનાડુમાં ૧૬, કેરળમાં ૧૫, અને ગુજરાતમાં ૧૧ નવા XFG વેરિઅન્ટના કેસો જોવા મળ્યા છે. ‘ધ લેન્સેટ’ જર્નલ અનુસાર, આ XFG વેરિઅન્ટ ઓમિક્રોનનો એક ઉપ-વેરિઅન્ટ છે જે અગાઉ કેનેડામાં મળી આવ્યો હતો. તેના ચાર મુખ્ય મ્યૂટેશન તેને વધુ સંક્રામક બનાવે છે અને રોગપ્રતિકારક શક્તિ તેમજ રસી દ્વારા મળેલી સુરક્ષાને પણ થાપ આપી શકે છે. છેલ્લા ૨૪ કલાકમાં કોઈ મૃત્યુ નોંધાયું નથી, પરંતુ ૧ જાન્યુઆરી, ૨૦૨૫ થી અત્યાર સુધીમાં કોરોના સંબંધિત ૬૫ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે, જે સતર્કતા જાળવવાની જરૂરિયાત દર્શાવે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *