રાષ્ટ્રીય

વરસાદને કારણે દક્ષિણ ભારતની ટ્રેન સેવાને અસર મહારાષ્ટ્ર, ગુજરાતની ટ્રેનો રદ થવાથી પ્રવાસીઓને હાલાકી, અનેક ટ્રેનો શોર્ટ ટર્મિનેટ, ડાઈવર્ઝન અપાયુ

મુંબઈ :

દક્ષિણ ભારતમાં ભારે વરસાદને કારણે દક્ષિણ ભારત(સર્ધન રેલવે)માંથી મુંબઈની અનેક ટ્રેનોને રદ કરવાની સાથે અનેક ટ્રેનોને ડાઈવર્ઝન આપતા દક્ષિણ ભારતમાંથી મુંબઈ-ગુજરાત-ભાવનગર ટ્રાવેલ કરનારા હજારો પ્રવાસીઓને ટ્રાવેલિંગ કરવામાં હાલાકી પડી હતી. મોટાભાગની ટ્રેનો રદ કરવાની સાથે પંદરથી વીસ-વીસ કલાક મોડી દોડતી હોવાથી પ્રવાસીઓ માટે ટ્રાવેલ કરવાનું ભારે મુશ્કેલીજનક બન્યું હતું.

એલટીટી-કોચુવેલી, એલટીટી-ઍર્નાકુલમ, ભાવનગર ટર્મિનસ-કોચુવેલી, નિઝામુદ્દીન-થિરુવનંથપુરમ, ઈન્દોર-કોચવેલી, નાગરકોઈલ-ગાંધીધામ, થિરુનેલવેલી-જામનગર સહિત ટ્રેનોને રદ કરવામાં આવી હતી. આ ઉપરાંત, મેંગલોર-એલટીટી, એલટીટી-મેંગલોર, સીએસએમટી-મેંગલોર, મેંગલોર-સીએસએમટી ટ્રેનોને આંશિક ટર્મિનેટ કરવામાં આવી હતી, જ્યારે ૧૭ જેટલી ટ્રેનોને ડાઈવર્ઝન આપવામાં આવ્યું હતું.

પશ્ર્ચિમ રેલવેની ટ્રેનસેવાને પણ અસર

દક્ષિણ ભારતમાં અનેક જગ્યાએ ભારે વરસાદ, ભૂસ્ખલનને કારણે પશ્ર્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝન સહિત અન્ય ડિવિઝનની સાત ટ્રેનોને રદ કરવાની સાથે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી હતી. ૨૯મી ઑગસ્ટના કોચુવેલી-ભાવનગર એક્સ્પ્રેસ, ૨૮મી ઑગસ્ટના થિરુવનંથપુરમ-હઝરત નિઝામુદ્દીન વીકલી સુપરફાસ્ટ એક્સ્પ્રેસ, થિરુવનંથપુરમ-હઝરત નિઝામુદ્દીન એક્સ્પ્રેસ, અર્નાકુલમ-ઓખા એક્સ્પ્રેસ રદ કરવામાં આવી હતી. ૩૦મી ઑગસ્ટની કોચુવેલી-ઈન્દોર તથા ૩૧મી ઑગસ્ટની નિઝામુદ્દીન-એર્નાકુલમને રદ કરવામાં આવી હતી.

આ ઉપરાંત, મંગળવારની કોચુવેલી-ચંદીગઢ સુપરફાસ્ટ એક્સ્પ્રેસ, ગંગાનગર-કોચુવેલીને ડાઈવર્ઝન આપવામાં આવ્યું હતું, જ્યારે ૨૬મી ઑગસ્ટે ઊપડેલી દહેરાદુન-કોચુવેલી, ગાંધીધામ-થિરુનેલવેલી હમસફર એક્સ્પ્રેસ તથા નિઝામુદ્દીન-થિરુવનંથપુરમ વીકલી સુપરફાસ્ટ એક્સ્પ્રેસને વાયા સુરત-જલગાંવ, વર્ધા જંક્શન, બલ્લારશાહ, વિજયવાડા અને ત્રિચુર ડાઈવર્ટ કરવામાં આવી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x