ગુજરાત

ભાજપના ધારાસભ્યના પુત્રની ગેસ એજન્સીમાં કર્મચારી દ્વારા ગેસની ચોરી

વડોદરા :

વડોદરામાંથી ગેસ એજન્સીનો કર્મી ગેસ કાઢતો ઝડપાયો છે. આ ગેસ એજન્સી ભાજપના ધારાસભ્યના પુત્રની છે. ભાજપના સયાજીગંજના ધારાસભ્યનો પુત્ર આ એજન્સી ચલાવે છે. ત્યારે જિલ્લા પુરવઠા વિભાગે રેડ પાડી અને ગેસ રિફિલિંગ ઝડપી પાડ્યું છે. ડિલિવરી બોય ગેસ બાટલામાં ભરી અને ચોરી કરતો ઝડપાયો છે

ધારાસભ્યના પુત્ર દ્વારા સંચાલિત ગેસ એજન્સીનું ગોડાઉન કોટાલી ખાતે આવેલું છે. ગઇકાલે કોટાલી સ્થિતી ગોડાઉનમાંથી ગેસના બોટલ ભરેલો ટેમ્પો નિકળીને સમા, જલારામ મંદિર પાસે આવેલ એક કોમ્પલેક્ષમાં ગયો હતો. કોમ્પલેક્ષમાં ગેસના ભરેલા બોટલમાંથી ખાલી બોટલમાં ગેરકાયદેસર રિફીલીંગની કામગીરી ચાલી રહી હતી.

આ દરમિયાન પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા રેડ કરવામાં આવી હતી. રીફીલીંગની કામગીરી ચાલી રહી હતી ત્યારે જ અધિકારીઓએ રેડ કરીને ડિલિવરી બોયને પકડી પાડ્યો હતો. ડિલિવરી બોયની પ્રાથમિક પુછપરછમાં તેણે રીફીલીંગ કર્યું હોવાનું કબુલ્યું હતું. ગેરકાયદેસર ગેસ રીફીલીંગમાં ટેમ્પો સહિત 25 જેટલા ગેસના ભરેલા બોટલ પકડી પાડવામાં આવ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x