ચીનના વિજ્ઞાનીઓએ મચ્છર જેવડા લશ્કરી ડ્રોન વિકસાવ્યા, યુદ્ધ અને નિરીક્ષણમાં નવી ક્રાંતિ
ચીનના વિજ્ઞાનીઓએ મચ્છર જેવડા લશ્કરી ડ્રોન વિકસાવ્યા, યુદ્ધ અને નિરીક્ષણમાં નવી ક્રાંતિચીનના મધ્ય ભાગમાં આવેલા હુનાન પ્રાંતની નેશનલ યુનિવર્સિટી ઓફ ડિફેન્સ ટેકનોલોજી (NUDT)ના વિજ્ઞાનીઓએ મચ્છર જેવડા કદના ટચૂકડા ડ્રોનનો વિકાસ કર્યો છે. આ ડ્રોનનો પ્રોટોટાઇપ ચીનના સેન્ટ્રલ ટેલિવિઝનની મિલિટરી ચેનલ પર દર્શાવવામાં આવ્યો હતો. ડ્રોનમાં બે નાની પાંખો અને ત્રણ વાળ જેવા પાતળા પગ છે, જે સ્માર્ટફોન થી નિયંત્રિત થાય છે. આ ડ્રોનની લંબાઇ માત્ર 1.3 સેન્ટીમીટર છે અને તે લશ્કરી, શહેરી તથા આપત્તિ પ્રબંધન જેવા ક્ષેત્રોમાં માહિતી એકત્ર કરવા, સર્વિલિયન્સ કરવા અને ખાસ મિશન પાર પાડવા માટે ઉપયોગી છે. આ ટચૂકડા ડ્રોનને પારખવા ખૂબ જ મુશ્કેલ છે, જે તેને જાસૂસી કામ માટે ખાસ બનાવે છે. જોકે, નાના કદને કારણે તેમની લઇ જવાની અને વધુ લાંબી ફ્લાઇટની ક્ષમતા મર્યાદિત છે.