કડી સર્વ વિદ્યાલય કેમ્પસમાં શિક્ષકદિન ની ભવ્ય ઉજવણી કરાઈ.
ગાંધીનગર :
કડી સર્વ વિદ્યાલય કેમ્પસમાં શિક્ષકદિન ની ભવ્ય ઉજવણી કરાઈ. રાષ્ટ્રના પ્રથમ મહામહિમ ઉપ રાષ્ટ્રપતિ અને દ્વિતીય મહામહિમ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન નો જન્મ દિવસ સમગ્ર ભારતમાં ખુબજ ધામ ધૂમ થી ઉજવવામાં આવે છે.કોઈ વ્યક્તિને સફળ થવા માટે સંકલ્પ, શક્તિ, ધૈર્ય અને લક્ષ્ય જરૂરી છે. જીવન સુત્રોના મૂળાક્ષરોની ઓળખ પહેલા માં – બાપ અને પછી ગુરૂ દ્વારા થાય છે. એક પ્રાચીન કહેવત મુજબ એક વર્ષનો વિચાર હોય તો બી – વાવો, દસ વર્ષનો વિચાર હોય તો વૃક્ષ ઉગાડો અને સો વર્ષનો વિચાર હોયતો શિક્ષક બની જાઓ. સર્વ વિદ્યાલય કેમ્પસ,કડી દ્વારા આવાજ એક શિક્ષક પ્રત્યે આદરનો અહેસાસ કરાવતો ભવ્ય કાર્યક્રમ યોજાયો.
આવા ગરિમાપૂર્ણ દિવસ નિમિત્તે સંસ્થાના ચેરમેન વલ્લભભાઈ પટેલે સંસ્થાની પ્રગતિમાં સિંહફાળો આપનાર ભૂતપૂર્વ પ્રિન્સીપાલ અને શિક્ષકોને યાદ કરી કોટી કોટી વંદન કરી શિક્ષક દિનની હાર્દિક શુભેચ્છાઓ આપી હતી. સર્વ વિદ્યાલય કેમ્પસ માટે આનંદની વાત છેકે આપણે શિક્ષક દિન ભવ્ય રીતે ઉજવીએ છીએ, જે માત્ર કોઈ પ્રતિક સ્વરૂપે નહિ પરંતુ પ્રેરણા સ્વરૂપે આપણા સૌના માટે આવી શકતો હોય. સર્વ વિદ્યાલય પરિવારમાં શિક્ષકનું સ્થાન સર્વોપરી છે. કારણકે સંસ્થાએ છેલ્લા ૧૦૦ વર્ષના સ્વર્ણિમ ઇતિહાસમાં લાખો વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય સાથે સારા નાગરિકોનું પ્રદાન કર્યું છે સંસ્થાએ ૧૦૦ વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે પૂજ્ય છગનભાએ બીજારોપણ કર્યા બાદ વિશ્વ ફલક ઉપર આટલી મોટી બનાવી હોય તેવા જેતે વખતનાં,ત્યાર પછીના અને અત્યારનાં શિક્ષકો,આચાર્યો અને ગૃહપતિઓ દ્વારાજ સાચા અર્થમાં ઓળખ ઉભી થયેલી છે.જેમાં સમગ્ર કેમ્પસની ૨૫ શાળા કોલેજ દ્વારા ૧૧૨૯ જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા.જે વિદ્યાર્થીઓ પ્રિન્સીપાલ બન્યા હોય તે તમામ બાલમંદિર થી ઉચ્ચ શિક્ષણ સુધીની ૨૫ સંસ્થાઓના વિદ્યાર્થીઓને વેલકમ કાર્ડ આપી સન્માનિત કરાયા હતા