ગુજરાતરાષ્ટ્રીય

૧૫મી ઓગસ્ટે આતંકી હુમલાની દહેશતના પગલે ગુજરાતમાં એલર્ટ

1471206343_a-11a

અમદાવાદ, રવિવાર
તા. ૧૫મી ઓગષ્ટ સ્વાતંત્ર દિને ભારતમાં આતંકી હુમલાની ભીતીના પગલે ગૃહ વિભાગે ગુજરાતમાં પણ એલર્ટ જાહેર કર્યું છે. જેના પગલે અમદાવાદ સહિત ગુજરાતના તમામ શહેરોમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. આજે એરપોર્ટ, રેલવે, બસ સ્ટેશન સહિતના જાહેર તથા ધાર્મિક સ્થળોએ બોમ્બ સ્ક્વોર્ડ, ડોગ સ્કવોર્ડથી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

પાકિસ્તાન દ્વારા છેેેલ્લા કેટલાક સમયથી જમ્મુ-કાશ્મીરમાં લશ્કરના જવાનો પર હુમલા કરવાના બનાવો ચાલું છે ત્યારે તા. ૧૫મી ઓગષ્ટે દિલ્હીમાં લાલ કિલ્લા પરથી ધ્વજ વંદન કાર્યક્રમ દરમિયાન આતંકીઓ દ્વારા ડ્રોન મારફતે હુમલાની ચિમકી આપી આપવામાં આવી હતી. બીજીતરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સવારે અમદાવાદ એરપોર્ટ પર આવીને ત્યાંથી ભાવનગર જવાના છે અને ગુજરાતમાં પણ ઠેર ઠેર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થવાની હોવાથી એલર્ટ જાહેર કરાયુ છેે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાતની દરિયાઇ તથા હવાઇ સુરક્ષા વધારી દેવાઇ છેસોમનાથ, દ્વારકા અને અંબાજી સહિતના મંદિરો તથા રેલ્વે સ્ટેશન બસ સ્ટન્ડ ગેસ્ટ હાઉસો સહિતના જાહેર સ્થળોએ સુરક્ષા બંદોબસ્ત ગોઠવીને ચકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ઉપરાં અમદાવાદ સહિત તમામ શહેર અને હાઇવે પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

અમદાવાદના ચાર યુવાનો થોડા મહિના અગાઉ સાઉદી અરેબિયા ખાતે લશ્કર-એ-તૌયબાના નેતાને મળ્યા હોવાનો ઘટસ્ફોટ થોડા સમય અગાઉ જારી થયેલા અહેવાલમાં થયો હતો. આ અહેવાલને પગલે ગુજરાતની ઇન્ટેલિજન્સ એજન્સીએ છેલ્લા સાત મહિનામાં અમદાવાદના કેટલા યુવાનો સાઉદી અરેબિયા ગયા છે તે દિશામાં તપાસ પણ શરૃ કરી હતી. નેશનલ ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા આઇએસમાં જોડાવવા બદલ કેટલાક યુવાનોની ધરપકડ કરવામાં આવી ત્યારથી ગુજરાત પોલીસ એલર્ટ પર છે. ૧૫ ઓગસ્ટના પગલે ગુજરાત પોલીસ કોઇ પણ પ્રકારનું જોખમ ઉઠાવવા માગતી નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x