ચોમાસા દરમિયાન વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ માટે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે
ગુજરાતમાં ચોમાસાને શરૂઆત થઈ ચૂકી છે, નદી ,નાળા, સરોવરમાંથી નવા નીર આવી રહ્યા છે, કેટલાક જગ્યાએ ભારે તો કેટલીક જગ્યાએ ઝરમર વરસાદ વરસી રહ્યો છે, આ વરસાદને લીધે ક્યાંક રસ્તાઓને પણ અસર થઈ છે, જેના કારણે નગરજનોને આવન જાવાનમાં પડી રહેલી મુશ્કેલીને ધ્યાને લેતા જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ કે.દવેએ, તમામ રસ્તાના રીપેરીંગ બાબતે ઊંડો રસ લઈને વાહન ચાલકોને વાહન ચલાવવામાં તકલીફ ના પડે તે માટે યુદ્ધના ધોરણે ગાંધીનગર જિલ્લા વિવિધ તાલુકાઓમાં રસ્તાનું રીપેરીંગ કામ હાથ ધર્યું છે.
જે અંતર્ગત કલોલ તાલુકામાં મુલાસણ એપ્રોચ રોડ, નાંદોલનો એપ્રોચ રોડ તાત્કાલિક રીપેર કરી દેવામાં આવ્યો છે. આવી જ કામગીરી લોકહીત માં રાત દિવસ સતત ચાલી રહી છે.
ગાંધીનગર જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં આર.એન.બી તથા પંચાયતના અધિકારીશ્રી તેજસ માંગુકિયાની સીધી દેખરેખ હેઠળ રસ્તાની મરામતનું કાર્ય પૂરેજોશમાં ચાલુ છે. અને કેટલીક જગ્યાએ રસ્તાની મારા મતનાં કાર્ય પૂર્ણ પણ થઈ ગયા છે.