Supreme Courtની જાતિગત રાજકારણ પર ચિંતા: ‘દેશ માટે ખતરનાક’
દેશમાં જાતિના નામે થતા રાજકારણને લઈને સુપ્રીમ કોર્ટે (Supreme Court) ગંભીર ચિંતા વ્યક્ત કરી છે, અને તેને દેશ માટે “ખતરનાક” ગણાવ્યું છે. ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમિન (AIMIM) પક્ષનું રજિસ્ટ્રેશન (Registration) રદ કરવાની માંગ કરતી એક અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ હતી, જોકે કોર્ટે આ માંગણી ફગાવી દીધી હતી.
ન્યાયાધીશ સુર્યકાંત (Surya Kant) અને જોયમાલ્યા બગ્ચી (Joymalya Bagchi) ની બેન્ચે અવલોકન કર્યું કે AIMIM નું બંધારણ (Constitution) લઘુમતી સહિત તમામ પછાત વર્ગ માટે કામ કરવાનો હેતુ ધરાવે છે, જેને બંધારણ પણ છૂટ આપે છે. કોર્ટે અરજદારના વકીલ વિષ્ણુ શંકર જૈન (Vishnu Shankar Jain) ને સવાલ કર્યો કે શા માટે માત્ર એક જ પક્ષને નિશાન બનાવવામાં આવ્યો, જ્યારે અનેક પક્ષો જાતિના નામે રાજકારણ કરે છે. ધાર્મિક શિક્ષણને પ્રોત્સાહન આપવા પર ન્યાયાધીશ કાંતે કહ્યું કે તેમાં કશું ખોટું નથી, બલ્કે શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના આવકાર્ય છે. જો કોઈ ધાર્મિક કાયદાને બંધારણનું રક્ષણ હોય અને કોઈ પક્ષ તેને લોકો સુધી પહોંચાડવા માંગે તો તે વાંધાજનક નથી. બાદમાં અરજદારે અરજી પરત ખેંચી લીધી.