ગુજરાત

ભિલોડા વન વિભાગ દ્વારા ડ્રોન ટેકનોલોજીથી સીડ બોલ વાવેતર: 50 હેક્ટર વિસ્તારમાં હરિયાળીકરણ

અરવલ્લી જિલ્લાના ભિલોડા (Bhiloda) વન વિભાગ (Forest Department) રેન્જમાં ડ્રોન ટેકનોલોજી (Drone Technology) નો ઉપયોગ કરીને સીડ બોલ (Seed Ball) વાવેતરની અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. નાયબ વન સંરક્ષક, અરવલ્લી વન વિભાગ, મોડાસા (Modasa) ના માર્ગદર્શન હેઠળ આ કામગીરીને અંજામ આપવામાં આવ્યો.

ભિલોડા વન વિભાગ રેન્જના અધિકારીઓ, PRIME UAV PRIVATE LTD, મહેસાણા (Mahesana) ની ટીમ અને વન વિભાગના રોજમદારો દ્વારા બાવળીયા (Bavliya) પંથકમાં ૫૦.૦૦ હેક્ટર (Hectare) વિસ્તારમાં એરિયલ સીડિંગ (Aerial Seeding) કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત પ્રતિ હેક્ટરે ૬૬૬૦/- સીડ બોલનું વાવેતર કરીને પ્લાન્ટેશન (Plantation) કામગીરી કરવામાં આવી. આ પ્રવૃત્તિ પર્યાવરણ સંરક્ષણ અને વનીકરણને પ્રોત્સાહન આપવા માટે એક આધુનિક અને કાર્યક્ષમ અભિગમ પૂરો પાડે છે. આ ડ્રોન આધારિત વાવેતર પરંપરાગત પદ્ધતિઓની સરખામણીમાં વધુ ઝડપી અને મોટા પાયે વનીકરણ કરવામાં મદદરૂપ થશે, જે ભવિષ્યમાં પર્યાવરણને હરિયાળું બનાવવામાં મહત્વનો ફાળો આપશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *