ગાંધીનગર

સહજાનંદ સ્કૂલ ઓફ એચીવર-ચિલોડા ખાતે હર્ષોલ્લાસથી શિક્ષકદિનની ઉજવણી થઈ

ગાંધીનગર :

સહજાનંદ સ્કૂલ ઓફ એચીવર-ચિલોડા ખાતે “ Teacher’s Day “ નિમિત્તે ખુબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, શાળાના આચાર્યશ્રી અને અમારા મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રભુદાસ સાહેબે ભાગ લીધો હતો. આજે વિદ્યાર્થીઓ અલગ-અલગ વેશભૂષામાં તૈયાર થઈને આવ્યા હતા. સાથે સાથે આમારા શિક્ષકો પણ વેશભૂષા માં જોડી બનાવીને આવ્યા હતા. બાળકોએ તિલક-ચાંદલો કરીને શિક્ષકો નું અભિવાદન કર્યું હતું તેની સામે શિક્ષકોએ ભેટ આપીને તેમનું અભિવાદન ઝીલ્યું હતું.

વેશભૂષા જોડી બનાવીને આવેલા આમારા શિક્ષકો એ “ RAMP WALK “ with Music કર્યું હતું. તેમાં જજ તરીકે સ્કૂલના બાળકોને બેસાડ્યા હતા. જેનો બાળકો ને નિરક્ષણ કરવાનો ખુબ સરસ અનુભવ કરાવ્યો.

શાળાના આચાર્યશ્રી અને મેનેજિંગ ડિરેક્ટરશ્રી એ બાળકોનો આભાર માન્યો હતો અને બાળકો પણ પોતે એક નિરીક્ષક ના અનુભવથી ખુબ જ ખુશ થયા હતા. આમ સુંદર રીતે હર્ષોલ્લાસથી શિક્ષકદિનની ઉજવણી થઈ હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x