ગુજરાત

નર્મદા ડેમની સપાટી 135.75 મીટર : 21 દરવાજા ખોલાયા 

નર્મદા :

કેવડીયા કોલોની ખાતે આવેલાંનર્મદા ડેમમાં 4 લાખ 30 હજાર ક્યુસેક પાણીના ઇનફલો સામે 4 લાખ 20 હજાર ક્યુસેક પાણીનો આઉટફલો નોધાયો છે. ડેમના 21 દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહયું છે. નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર 135.75 મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ છે. નર્મદા ડેમની સપાટી વધતા ફરી 21 દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમમાં 4 લાખ 30 હજાર ક્યુસેક પાણીના ઇનફલો સામે 4 લાખ 20 હજાર ક્યુસેક પાણીનો આઉટફલો નોંધાયો હતો. ડેમમાં વિપુલ માત્રામાં પાણી હોવાથી રીવરબેડ તથા કેનાલ હેડ પાવર હાઉસના ટર્બાઇનો ચાલુ કરી વીજળીનું ઉત્પાદન કરાઇ રહયું છે. નર્મદા નદી બે કાંઠે વહેતા ગોરા ગામનો બ્રિજ ડૂબી ગયો છે. આ બ્રિજને ડૂબાડૂબ બ્રિજ હોય ચોમાસામાં આ પુલની રેલિંગ પણ કાઢી લેવાય છે. ત્યારે જેની ઉપરથી 1 મીટર પાણી વહી રહયું છે. નર્મદામાં પાણી ની સપાટી વધી રહી છે.અને આ પુલ પર અવર જવર બંધ કરી દેવામાં આવી છે. 8 જેટલા ગામોને અસર પહોંચતા એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને આ ગામના ગ્રામજનો ને હવે કેવડિયા જવા ફરીને આવવું પડશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x