ગ્રાહકો માટે ખુશખબર: 1 ઓક્ટોબરથી સસ્તી મળશે લોન, RBI એ આપ્યો આદેશ
ન્યુ દિલ્હી :
સતત અપીલ પછી હવે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI)એ બેંકોને તમામ લોનને રેપો રેટ સાથે જોડવાનો આદેશ આપ્યો છે. RBI એ તમામ બેંકોને 1 ઓક્ટોબરથી રેપો રેટ સાથે હોમ લોન, ઑટો લોન, પર્સનલ લોન અને MSME સેક્ટરની તમામ પ્રકારની લોનને જોડવા માટે આદેશ આપ્યો છે.
રેપો રેટને વ્યાજ દર સાથે જોડ્યા પછીનો સીધો ફાયદો ગ્રાહકોને મળશે
હવે જ્યારે RBI રેપો રેટમાં ઘટાડો કરશે તો બેંકોને વ્યાજ દરમાં ઘટાડો કરવો પડશે
રિઝર્વ બેંક 2019માં 4 વખત રેપો રેટમાં કુલ મળી 1.10% નો ઘટાડો કરી ચૂકી છે
RBI નો નિર્ણય:
વાસ્તવમાં છેલ્લા થોડા મહિનાથી કેન્દ્રીય બેંક સતત સરકારી બેંક અને પ્રાઇવેટ બેંકને રેપો રેટ સાથે બેંક લોન જોડવા માટે કહી રહી છે, પરંતુ ઘણી બેંક RBI ની અપીલ પર ધ્યાન નથી આપી રહી. આ પછી હવે કેન્દ્રીય બેંકને ડેડલાઇની સાથે આદેશ આપવો પડ્યો છે. આ સિવાય RBI એ રેપો બાહ્ય બેંચમાર્ક હેઠળ વ્યાજ દરોમાં 3 મહિનામાં ઓછામાં ઓછા એક વખત બદલાવ કરવા માટે કહ્યુ છે.
બેંકો કરી રહી હતી મનમાની:
ગ્રાહકોની સતત ફરિયાદ રહી હતી કે કેન્દ્રીય બેંકો દ્વારા રેપો રેટમાં ઘટાડો કર્યા હોવા છતાં બેંક વ્યાજ દરમાં ઘટાડો નથી કરી રહી. તમને જણાવી દઇએ કે, રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ 2019માં ચાર વખત રેપો રેટમાં કુલ મળી 1.10% નો ઘટાડો કર્યો છે. આ વિત્ત વર્ષમાં એપ્રિલ પછી અત્યાર સુધી કેન્દ્રીય બેંક 0.85% નો ઘટાડો કરી ચૂકી છે.
RBI ના આદેશથી બેંકોને થશે ફાયદો:
રેપો રેટને વ્યાજ દરની સાથે લિંકિંગની વ્યવસ્થા લાગૂ કરવાથી ગ્રાહકોને સીધો ફાયદો મળશે, કેમકે આગળથી જ્યારે જ્યારે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા રેપો રેટમાં ઘટાડો કરશે તેમ તેમ તમામ બેંકોને વ્યાજ દરોમાં ઘટાડો કરવો પડશે. ઑટો લોન અને હોમ લોન સહિત અન્ય લોનની EMIમાં ઘટાડો થશે.
એટલુ જ નહી, રેપો રેટથી લોનની લિકિંગ કરવાની વ્યવસ્થા લાગૂ કરવાથી સિસ્ટમમાં પહેલાથી વધારે પારદર્શી બનશે. તમામ લોન લેનારા વ્યક્તિને વ્યાજ દર વિશે ખબર પડશે. બેંક શું નફો લઇ રહી છે, તે વિશે પણ જાણકારી મળશે. આ સિવાય ગ્રાહક બેંકોની લોનની વ્યાજ દરોની પણ સરખામણી કરી શકશે.
તમામ સરકારી બેંકોએ માની લીધી RBI ની વાત:
ગત દિવસોમાં રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે તમામ બેંકોને વ્યાજ દરોને રેપો રેટ સાથે લિંક કરવાની અપીલ કરી હતી, પરંતુ RBI ગવર્નરની અપીલ પછી કેટલીક બેંકોએ આ વાતનો અમલ કર્યો છે. મહત્વની વાત છે કે, જેમણે રેપો રેટને વ્યાજ દર સાથે જોડવાનો નિર્ણય કર્યો છે, તે તમામ સરકારી બેંક છે.
RBI ના ગવર્નરની અપીલ માનનારી સૌથી પહેલા બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI) હતી. SBI પછી બેંક ઑફ બરોડા અને યૂનિયમ બેંકે પણ લોનને રેપો રેટ સાથે જોડવાનો નિર્ણય કર્યો છે, જોકે પ્રાઇવેટ બેંક આ અપીલ પર નિર્ણય લઇ નથી રહી.
અત્યારે શું છે સ્થિતિ:
હાલના સમયમાં અલગ-અલગ લોનના વ્યાજ દરો બેંચમાર્ક પ્રાઇમ લેંડિંગ રેટ (BRLR) અને માર્જિનલ કોસ્ટ ઑફ ફંડ્સ બેસ્ડ લેન્ડિંગ રેટ ( MCLR) જેવા ઇન્ટરનલ બેંચમાર્કને આધારે નક્કી થાય છે. આ બેંચમાર્ક પર બેંકોની વ્યાજ રેપો રેટ પર આધારિત હોય છે, પરંતુ આ જરૂરી પ્રક્રિયા નથી. કહેવાનો મતલબ સ્પષ્ટ છે કે હાલની સ્થિતિમાં RBI ના રેપોરેટના ઘટાડા પછી બેંકો પર વ્યાજ ઓછુ કરવા માટે દબાણ નથી હોતુ. બેંકો પોતાને અનુસાર વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે.
રેપો રેટ એટલે શું:
બેંકોએ પોતાના રોજબરોજના કામકાજ માટે સામાન્ય રીતે એવી મોટી રકમની જરૂર હોય છે. જેની મેચ્યુરિટી એક દિવસથી વધુ નથી હોતી. તેના માટે બેંક જે વિકલ્પ અપનાવે છે, તેમાં સૌથી સામાન્ય છે કેન્દ્રિય બેંક (ભારતમાં રિઝર્વ બેંક)થી એક રાત માટે (ઓવરનાઈટ) લોન લેવાનો. આ લોન પર તેણે રિઝર્વ બેંકને જે વ્યાજ આપવુ પડે છે, તેને જ રેપો રેટ કહેવાય છે.