ગુજરાત

મહુવા તાલુકામાં ડોકટર સહિત કુલ ૬ ઇસમોને બનાવટી ભારતીય ચલણી નોટો (જાલી નોટો) તથા બનાવટી ચલણી નોટોના સાહિત્ય, પ્રિન્ટર સાથે ઝડપી લીધા

ભાવનગર :
ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબની સુચનાથી અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ડી.ડી.ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ સાહેબની રાહબરી નીચે એસ.ઓ.જી. સ્ટાફને મળેલ બાતમી આધારે પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ સાહેબે એસ.ઓ.જી./એલ.સી.બી. પોલીસ સાથે ખુંટવડા તા.મહુવા ખાતેથી આરોપી ભગુભાઇ ઉર્ફે ભગત ગોકુળભાઇ ગુડાળા/ભરવાડ ઉ.વ.૨૬ રહેવાસી ખુંટવડા તા. મહુવા તથા ખુંટવડામાં ડોકટર તરીકે ક્લીનીક ચલાવતા રાકેશભાઇ બાધાભાઇ નાગોથા/આહિર ઉ.વ.૩૭ રહેવાસી બ્લોક નં. ૧૦ શ્યામનગર મહુવા વાળાઓને રૂપિયા ૨૦૦૦ ની બનાવટી નોટ નંગ-૧૩ (રૂપિયા ૨૬૦૦૦) તથા મોટર સાયકલ-૧ મળી કુલ રૂપિયા ૪૭૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ ખુંટવડા પોલીસ સ્ટેશનમાં એસ.ઓ.જી.ના પોલીસ કોન્સ. ચંદ્રસિંહ વાળાએ ફરિયાદ આપી ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો અને આગળની તપાસ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ સાહેબે સંભાળેલ અને તપાસ દરમ્યાન આરોપીઓ કબુલાત આપેલ હતી કે તેઓ પાસેથી પકડાયેલ બનાવટી નોટો તેઓને ચિરાગ ઉર્ફે મુન્નો જયેશભાઇ ઉર્ફે જપનભાઇ મકવાણા રહેવાસી નેસવડ તા. મહુવાવાળાએ આપેલ છે જેથી આરોપી ચિરાગને તેના ઘરેથી દબોચી લઇ ગુન્હાના કામે અટક કરવામાં આવેલ હતો અને આ ચિરાગે કબુલાત આપેલ હતી કે તેને આ બનાવટી ચલણી નોટો પરેશભાઇ જગદીશભાઇ સોલંકી રહેવાસી લાઠી તથા પ્રતિક જગદીશભાઇ નકુમ રહેવાસી બગસરા વાળા કે જેઓ બંન્ને હાલ ચોટીલા તાલુકાના ઢોકળવા ગામે તેના પરીચીતને ત્યા રહી બનાવટી ચલણી નોટો છાપે છે તેને ત્યાથી આ બનાવટી ચલણી નોટો લાવેલ હોવાની કબુલાત આપેલ હતી જે આધારે મજકુર ઇસમને સાથે રાખી એસ.ઓ.જી. તથા એલ.સી.બી. પોલીસે સંયુકત ઓપરેશન હાથ ધરી ઢોકળવા તા. ચોટીલા ગામે રેઇડ કરતા ત્યાથી આરોપીઓ (૧) પરેશભાઇ જગદીશભાઇ સોલંકી રહેવાસી લાઠી જી. અમરેલી (૨) પ્રતિકભાઇ જગદીશભાઇ નકુમ રહેવાસી બગસરા જી. અમરેલી (૩) જશાભાઇ રવજીભાઇ કોળી રહેવાસી ઢોકળવા તા. ચોટીલાવાળાને દબોચી લીધા હતા અને ત્યાથી પોલીસે રૂપિયા ૫૦૦ ના દરની બનાવટી નોટ નંગ-૧૨૦ (રૂપિયા ૬૦,૦૦૦/- તથા રૂપિયા ૫૦૦, ૨૦૦, ૧૦૦ ના દરનીએ નોતો કાગળમાં પ્રિંન્ટ કરેલ જે કટીંગ કર્યા વિનાના કાગળો તથા નોટો છાપવા ઉપયોગમાં લેતા કોરા કાગળો તથા નોટો છાપવા ઉપયોગમાં લેતા કલર પ્રિન્ટર કમ સ્કેનર નંગ-૨ કિ.રૂ।. ૨૦,૦૦૦/- તથા અન્ય સાહિત્ય કબ્જે લેવામાં આવેલ અને આરોપીઓની ધોરણસર ધરપકડ કરી ભાવનગર લાવવા તજવીજ કરવામાં આવેલ છે. અને અગાઉ પકડાયેલ ત્રણેય આરોપીઓ (૧) ભગુભાઇ ઉર્ફે ભગતભાઇ (૨) ડોકટર રાકેશભાઇ બાધાભાઇ (૩) ચિરાગ ઉર્ફે મુન્નાને કોર્ટમાં રજુ કરી દિન-૩ ના રિમાન્ડ મેળવવામાં આવેલ છે.
હાલ આરોપીઓની પુછપરછ ચાલુ છે અને તપાસમાં અનેક નવી હકિકતો ખુલવા પામે તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મજકુર પરેશ જગદીશભાઇ સોલંકી તથા પ્રતિક જગદીશભાઇ નકુમ બંન્ને જણા ભાવનગર એસ.ઓ.જી. પોલીસ થોડા સમય પહેલા કરેલ જાલી નોટના કેસમાં મુખ્ય સુત્રધાર હતા અને તે ગુન્હામાં વોન્ટેડ હતા અને આરોપી પરેશ જગદીશભાઇ અમરેલીના લાઠી પોલીસ સ્ટેશનમાં પોલીસ ઉપર રાયોટીંગ કરી ફરજ રૂકાવટના કેસમાં પણ વોન્ટેડ છે.
આમ એસ.ઓ.જી./એલ.સી.બી. પોલીસે કુલ છ આરોપીઓને જેમા બે આરોપીઓ બે ગુન્હાના વોન્ટેડ આરોપીઓ છે તેઓને બનાવટી ભારતીય ચલણની કુલ રૂપિયા ૮૬ હજારની નોટો તથા મો.સા.-૧ તથા નોટો છાપવાના પ્રિન્ટર-૨ કિ.રૂ।. ૨૦,૦૦૦/- મળી કુલ અંદાજે રૂપિયા ૧ લાખ ૩૦ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
આ સમગ્ર કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ તથા એસ.ઓ.જી.ના હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલ, પી.આર.ગોહિલ, જગદીશભાઇ મારૂ, વિજયસિંહ ગોહિલ, બલવિરસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ. ચંદ્રસિંહ વાળા તથા પાર્થભાઇ પટેલ તથા હારીતસિંહ ચૌહાણ તથા એલ.સી.બી.ના હેડ કોન્સ. જીવણભાઇ આહિત તથા પોલીસ કોન્સ. ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા તથા તરૂનભાઇ નાંદવા જોડાયા હતા

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x