PM મોદી ફરી World’s Most Popular Leader બન્યા: Morning Consult Survey
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એકવાર ફરી વિશ્વના સૌથી લોકપ્રિય લોકશાહી નેતા (world’s most popular democratic leader) તરીકે ઉભરી આવ્યા છે. બિઝનેસ ઇન્ટેલિજન્સ (Business Intelligence) કંપની મોર્નિંગ કન્સલ્ટ (Morning Consult) ના જુલાઈ 2025 ના તાજેતરના સર્વે (survey) રિપોર્ટ (report) મુજબ, પીએમ મોદીને 75% નું એપ્રૂવલ રેટિંગ (approval rating) મળ્યું છે. આ સર્વે 4 થી 10 જુલાઈ દરમિયાન 20 થી વધુ દેશોના નેતાઓના રેટિંગને આવરી લેવામાં આવ્યો હતો.
ભાજપ (BJP) ના આઇટી સેલ (IT Cell) ના વડા અમિત માલવિયા (Amit Malviya) એ આ ડેટા શેર કર્યો હતો. પીએમ મોદી પછી દક્ષિણ કોરિયાના પ્રમુખ લી જે-મ્યુંગ (Lee Jae-myung) 59% સાથે બીજા સ્થાને છે, જ્યારે આર્જેન્ટિનાના પ્રમુખ જેવિયર મિલે (Javier Milei) 57% સાથે ત્રીજા સ્થાને છે. સૌથી ઓછા લોકપ્રિય નેતાઓમાં ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન (Emmanuel Macron) અને ચેક રિપબ્લિકના વડાપ્રધાન પેટ્ર ફિઆલા (Petr Fiala) નો સમાવેશ થાય છે, જેમને માત્ર 18% સમર્થન મળ્યું છે.