ગાંધીનગરગુજરાત

ગાંધીનગર: ઇલેક્ટ્રિકલ સુપરવાઈઝર અને વાયરમેનની પરીક્ષાનું પરિણામ જાહેર

ગાંધીનગર: લાયસન્સિંગ બોર્ડ, ઉદ્યોગભવન, ગાંધીનગર દ્વારા આજે ઇલેક્ટ્રિકલ સુપરવાઈઝર અને વાયરમેનની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યભરના વિવિધ કેન્દ્રો પર ગત ૧૨ મે, ૨૦૨૫ થી ૧૫ મે, ૨૦૨૫ દરમિયાન આ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

પરીક્ષા આપનાર તમામ ઉમેદવારો પોતાનું પરિણામ https://ceiced.gujarat.gov.in વેબસાઇટ પર જોઈ શકશે. પરિણામ જોવા માટે, વિદ્યાર્થીઓએ CEICED પોર્ટલ પર લોગિન કરીને પોતાના ‘એપ્લિકેશન સ્ટેટસ’ (Application Status) વિભાગમાં તપાસ કરવાનું રહેશે.

વધુમાં, લાયસન્સિંગ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઉમેદવારો આગામી ૧ ઓગસ્ટ, ૨૦૨૫ થી પોતાના પરિણામની નકલ (ડાઉનલોડ) પણ કરી શકશે. આ અંગેની જાહેરાત લાયસન્સિંગ બોર્ડ, ગાંધીનગરના સચિવ દ્વારા કરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *