ગાંધીનગરમાં ‘નારી વંદન ઉત્સવ’: મહિલા સશક્તિકરણ માટે વિશેષ સપ્તાહ
ગાંધીનગર ખાતે મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા 1 ઓગસ્ટ, 2025 થી 8 ઓગસ્ટ, 2025 દરમિયાન **”નારી વંદન ઉત્સવ સપ્તાહ”**ની ઉજવણી કરાશે. આ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને સમાજના દરેક ક્ષેત્રે આગળ વધવા અને પુરુષ સમોવડી બનવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
આ સપ્તાહ દરમિયાન જિલ્લાની મહિલાઓ, કિશોરીઓ, વિદ્યાર્થિનીઓ, ઉદ્યોગ સાહસિક મહિલાઓ, અને રોજગાર મેળવવા ઈચ્છુક મહિલાઓ માટે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલાલક્ષી યોજનાઓ અને કાયદાઓ અંગે જાગૃતિ લાવવા માટે પણ વિવિધ કાર્યક્રમો યોજાશે. આ સપ્તાહમાં મહિલા સુરક્ષા દિવસ, બેટી બચાવો બેટી પઢાવો દિવસ, મહિલા સ્વાવલંબન દિવસ, મહિલા નેતૃત્વ દિવસ, મહિલા કર્મયોગી દિવસ, મહિલા કલ્યાણ દિવસ, અને મહિલા અને બાળ આરોગ્ય દિવસ જેવા થીમ આધારિત દિવસોની ઉજવણી કરાશે.