Rain Fury: રાજસ્થાન અને MPમાં વિનાશક પૂર, જનજીવન અસ્તવ્યસ્ત
ઉત્તર ભારતમાં મુશળધાર વરસાદે હાહાકાર મચાવ્યો છે, જેના પગલે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે. ચંબલ, સિંધ, અને નર્મદા જેવી મુખ્ય નદીઓ ઓવરફ્લો થઈ રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. રાજસ્થાનના ધોલપુરમાં ચંબલ નદી ડેન્જર માર્કથી 11 મીટર ઉપર વહી રહી છે, પરિણામે ઘણા ગામડાઓ સંપૂર્ણપણે ડૂબી ગયા છે અને લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે.
મધ્યપ્રદેશમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનું તાંડવ જોવા મળી રહ્યું છે, જેનાથી 13 જિલ્લાઓમાં જનજીવન ઠપ્પ થઈ ગયું છે. મુરેના, ભિંડ, ગ્વાલિયર સહિતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે. આર્મી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે, જેમાં અનેક લોકોનો જીવ બચાવવામાં આવ્યો છે. દિલ્હી પણ પાણી-પાણી થઈ ગયું છે. હવામાન વિભાગે વધુ વરસાદની આગાહી કરતાં, પરિસ્થિતિ વધુ વણસે તેવી શક્યતા છે.