EPFOનો મોટો નિર્ણય: PF ઉપાડ માટે હવે કોઈ ડોક્યુમેન્ટની જરૂર નહીં
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ તેના સભ્યો માટે PF ઉપાડની પ્રક્રિયાને સરળ બનાવી છે. કેન્દ્ર સરકારે સંસદમાં સ્પષ્ટતા કરી છે કે હવે PF ખાતામાંથી પૈસા ઉપાડવા માટે કોઈ ડોક્યુમેન્ટની જરૂર પડશે નહીં. ખાતેદારો માત્ર સ્વ-ઘોષણા (self-declaration) દ્વારા ઉપાડ કરી શકશે અને તેમાં ફક્ત ઉપાડ પાછળનું કારણ જણાવવું પડશે. આ પગલાથી લોકોને શિક્ષણ, ઘરની ખરીદી, બીમારી અથવા અન્ય કોઈ ઈમરજન્સી દરમિયાન સરળતાથી પૈસા ઉપાડવામાં મદદ મળશે. આ નવી પ્રક્રિયા સરળ, પારદર્શી અને વિશ્વસનીય છે, જે 2017માં શરૂ થયેલ કમ્પોઝિટ ક્લેમ ફોર્મ પર આધારિત છે. 22 જુલાઈ, 2025 સુધીમાં 1.9 કરોડથી વધુ ખાતેદારો આ પ્રક્રિયાનો લાભ લઈ ચૂક્યા છે.