ગુજરાતરાષ્ટ્રીય

અતિભારે વરસાદની આગાહી: ગુજરાત સહિત અનેક રાજ્યોમાં 7 ઓગસ્ટ સુધી એલર્ટ

દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું જોર યથાવત છે. ભારતીય હવામાન વિભાગે ગુજરાત સહિત ઘણા રાજ્યો માટે 7 ઓગસ્ટ સુધીનું એલર્ટ જાહેર કર્યું છે. આગાહી મુજબ, 1 ઓગસ્ટે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે, જેમાં ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે. 2 થી 5 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર થોડું ઘટવાની શક્યતા છે, પરંતુ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ઝાપટાં પડી શકે છે. જોકે, 6 અને 7 ઓગસ્ટથી ફરી વરસાદની ગતિવિધિ વધવાની સંભાવના છે. અન્ય રાજ્યો જેવા કે હિમાચલ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, ગોવા અને પંજાબમાં પણ વરસાદનું એલર્ટ જારી કરાયું છે.

 

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *