કામેશ્વર સ્કૂલના 11 વાલીઓ સાથે ઠગાઈ: પૂર્વ પીટી શિક્ષક પ્રજ્ઞેશ બરહટે વાલીઓ પાસેથી 2.62 લાખ પડાવ્યાં
ગાંધીનગર :
ગાંધીનગરના સરગાસણ ખાતે કામેશ્વર ઇન્ટરનેશનલ સ્કૂલના પૂર્વ પીટી શિક્ષક પ્રજ્ઞેશ બરહટએ બાળકોને રમત-ગમત ટુર્નામેન્ટ માટે ફ્લાઇટ મારફતે ગોવા, પોંડીચેરી અને વડોદરા લઈ જવાના બહાને 11 વાલીઓ પાસેથી કુલ 2.62 લાખ રૂપિયા પડાવીને ઠગાઈ કરી છે. આ અંગે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
સરગાસણના જતીનભાઇ નાઈનો પુત્ર વૈદાંત કામેશ્વર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરે છે. તેમના પુત્રે ઘરે આવીને રમત-ગમત ટુર્નામેન્ટ માટે ગોવા જવાની વાત કરી હતી. જતીનભાઈએ પીટી શિક્ષક પ્રજ્ઞેશને ફોન કર્યો ત્યારે તેણે જણાવ્યું કે, ટીમમાં એક જ છોકરાનું સિલેક્શન બાકી છે અને તેમનો દીકરો સારું રમે છે. આવવા-જવાનો તથા રહેવા-જમવાનો ખર્ચ 15,000 રૂપિયા થશે, જે સ્પર્ધા પૂરી થયા બાદ પરત મળશે. જતીનભાઈએ 30 એપ્રિલના રોજ 15,000 રૂપિયા ઓનલાઇન મોકલી આપ્યા હતા.
પીટી શિક્ષક પ્રજ્ઞેશે 10 મેના રોજ બાળકોને સ્પર્ધા માટે લઈ જવાની વાત કરી હતી. પરંતુ જ્યારે વાલીઓએ ટિકિટ અને અન્ય વ્યવસ્થા વિશે પૂછ્યું, ત્યારે તેણે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનું બહાનું બતાવ્યું હતું. થોડા દિવસો પછી તેણે સ્પર્ધા કેન્સલ થયાની વાત કરી અને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. સ્કૂલમાંથી જાણવા મળ્યું કે, પ્રજ્ઞેશને માત્ર એક મહિના માટે નોકરી પર રાખવામાં આવ્યો હતો અને હાલમાં તેને નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવ્યો છે. સ્કૂલ તરફથી આવી કોઈ રમત-ગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું નહોતું.
તમામ વાલીઓને અલગ-અલગ જગ્યાના બહાના આપ્યાં હતાં. અન્ય વાલીઓની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, પરાગકુમાર પટેલે 16,000 રૂપિયા, મહેન્દ્રભાઇ બ્રહ્મભટ્ટે 15,000 રૂપિયા, યુવરાજસિંહ રાઠોડે 22,000 રૂપિયા, તૃપ્તિબા વાઘેલાએ 37,600 રૂપિયા, જીનાકુંવર બારડે 44,000 રૂપિયા, સુરેકામેશ્વર સ્કૂલના 11 વાલીઓ સાથે ઠગાઈ: પૂર્વ પીટી શિક્ષક પ્રજ્ઞેશ બરહટે વાલીઓ પાસેથી 2.62 લાખ પડાવ્યાંખાબેને 15,000 રૂપિયા, જયવદનભાઈ પટેલે 11,000 રૂપિયા, ગુરપ્રીતબેને 22,000 રૂપિયા, સૌરભભાઇ પટેલે 32,500 રૂપિયા, કેતનભાઈ ભાવસારે 32,500 રૂપિયા અને બ્રિજેશ છાંટબારે 15,000 રૂપિયા આપ્યા હતા. આ તમામ વાલીઓને પ્રજ્ઞેશે અલગ-અલગ સ્થળોએ બાળકોને લઈ જવાનું કહીને પૈસા પડાવ્યા હતા.