ટ્રમ્પના ટેરિફથી વૈશ્વિક વેપારમાં હલચલ: ભારત સહિત અનેક દેશો પર થશે અસર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા ટેરિફના દરોમાં કોઈ બદલાવ કરવામાં આવશે નહીં, તેવું વ્હાઇટ હાઉસે સ્પષ્ટ કર્યું છે. આ ટેરિફ દરો 10% થી 41% સુધીના છે, જેની અસર ભારત, યુરોપિયન યુનિયન અને બ્રાઝિલ જેવા અમેરિકાના વેપારી ભાગીદારો પર થશે. વ્હાઇટ હાઉસના આર્થિક સલાહકાર કેવિન હેસેટ અને ટ્રમ્પના વરિષ્ઠ વેપાર સલાહકાર જેમિસન ગ્રીરે જણાવ્યું છે કે આ દરો લગભગ નિશ્ચિત છે અને તેમાં હવે કોઈ ફેરફારની શક્યતા નથી. ભારતીય નિકાસકારોને 25 ટકા ટેરિફનો સામનો કરવો પડશે. આ નિર્ણયથી વૈશ્વિક બજારોમાં હલચલ મચી ગઈ છે. ટ્રમ્પના આ આકરા પગલાંએ તેમને મીડિયામાં ચર્ચાનો વિષય બનાવ્યા છે.