સનફ્લાવર IVF હોસ્પિટલ હવે ગાંધીનગરમાં શરૂ થઈ
ગાંધીનગર :
ભારતની વિશ્વસનીય વંધ્યત્વ સારવાર સંસ્થાઓમાંનું એક નામ, સનફ્લાવર આઈવીએફ હોસ્પિટલ, આજે ગાંધીનગરમાં પોતાની નવી લેવલ-૧ ફર્ટિલિટી સેન્ટરની ઉજવણીભર્યા પ્રારંભની સાથે જાહેરાત કરી છે. આ કેન્દ્ર નિરામય મેડિકલ હબ, નમોસ્તુતે હોસ્પિટલ નજીક, ઘ-૩, પથિકાશ્રમ, ગાંધીનગર ખાતે શરૂ કરવામાં આવ્યું છે. સેવા હવે નજીક, વિશ્વસ્તરિય સારવાર હવે સરળ આ નવી શાખા દ્વારા સનફ્લાવરનું ધ્યેય છે કે વૈજ્ઞાનિક, સચોટ અને નૈતિક ફર્ટિલિટી કેર વધુ પરિવારો સુધી પહોંચી શકાય. આ કેન્દ્ર પ્રાથમિક તપાસ, પ્રજનન સ્ક્રીનિંગ અને સલાહકાર સેવા આપશે, અને જો જરૂરી હોય તો દર્દીઓને અમદાવાદ સ્થિત મુખ્ય હોસ્પિટલે રિફર કરવામાં આવશે. ૨૦૦૩થી કાર્યરત, અમદાવાદ સ્થિત સનફ્લાવર આઈવીએફ હોસ્પિટલ આજે વિશ્વસ્તરે માન્યતાપ્રાપ્ત અને વિશ્વસનીય નામ છે. ૨૨ વર્ષથી વધુનો અનુભવ, ૨૧,૦૦૦થી વધુ સફળ કેસ અને વિશ્વના ૭૨ દેશોના દર્દીઓ – એ સનફ્લાવરના નૈતિક અને રોગી-કેન્દ્રિત અભિગમની સાક્ષી છે.