ahemdabadગુજરાત

ગુજરાત હાઇકોર્ટનો 15000 ખેડૂતોના પક્ષમાં ઐતિહાસિક ચુકાદો

છ વર્ષની કાયદાકીય લડાઈ બાદ, ગુજરાતના 15,000 ખેડૂતોને આખરે મોટી રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટે સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા (SBI) ઇન્શ્યોરન્સ કંપનીને આદેશ આપ્યો છે કે 2017-18ના ખરીફ પાકને થયેલા નુકસાન માટે પાક વીમાની રકમ ચૂકવવામાં આવે.

આ ચુકાદા મુજબ, વીમા કંપનીએ ખેડૂતોને ₹7 કરોડથી વધુની રકમ 8% વ્યાજ સાથે ચૂકવવી પડશે. કોર્ટે સરકાર દ્વારા રચાયેલી સમિતિના અહેવાલને માન્ય રાખ્યો છે, જેમાં ખેડૂતોને વળતર આપવાની ભલામણ કરવામાં આવી હતી. આ ચુકાદાથી ખેડૂતોમાં ખુશીની લહેર છે અને તેમની લાંબી લડાઈનો અંત આવ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *