ગાંધીનગર

સેક્ટર 15 કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ઘરે ઘરે તિરંગો સન્માન ભેર લહેરાવા નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો

‘હર ઘર તિરંગા,હર ઘર સ્વચ્છતા’ અંતર્ગત ગાંધીનગર, સેક્ટર-૧૫ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પ્રિન્સિપલ શ્રી સુતરીયા ની અધ્યક્ષ સહર્ષ સેલ્ફી બુથ પર સેલ્ફી લેતા તથા તિરંગો હાથમાં પકડી ઘરે ઘરે તિરંગો સન્માન ભેર લહેરાવા નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.

આ અવસરે કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી દ્વારા ઘર ઘર તિરંગા અંતર્ગત દરેક લોકો પોતાના ઘર પર તિરંગો સન્માનભેર લહેરાવે તેવો સંદેશ આપતા વિદ્યાર્થીઓને આ પહેલમાં જોડાવા અપીલ કરવા સાથે, તિરંગા સાથે જોડાયેલ રસપ્રદ વાતો અને તેનું સન્માન કેવી રીતે જાળવવું તેની પણ વિગતવાર માહિતી આપી હતી. આ સાથે આગામી સમયમાં તિરંગા યાત્રાનું આયોજન કરવાની પણ તેમણે તૈયારી દર્શાવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *