ગાંધીનગર

ગાંધીનગરમાં ડહોળા પાણીનો કકળાટ: સેક્ટર ૨ અને ૧૩ના રહીશો રોગચાળાના ભય હેઠળ

ગાંધીનગર: ગાંધીનગરના સેક્ટર ૨ અને ૧૩માં છેલ્લા ઘણા દિવસોથી પીવાના પાણીની સમસ્યાએ સ્થાનિક રહીશોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. આ વિસ્તારોમાં નળ ખોલતાની સાથે જ ડહોળું અને દુર્ગંધયુક્ત પાણી આવે છે, જે પીવા કે અન્ય ઘરકામ માટે પણ વાપરી શકાય તેવું નથી. આ સમસ્યાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ તંત્ર પાસે તાત્કાલિક નિરાકરણની માંગ કરી રહ્યા છે.

રહીશોના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં થોડા સમય માટે આ પ્રકારનું પાણી આવતું હતું, પરંતુ હવે તે નિયમિત સમસ્યા બની ગઈ છે, ખાસ કરીને સવારના સમયે જ્યારે પાણીનો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે. પીવાલાયક પાણી ન મળવાને કારણે ઘણા પરિવારોએ બહારથી પાણીના જગ મંગાવવાની ફરજ પડી છે. આ ગંદા પાણીના કારણે પાણીજન્ય રોગચાળો ફેલાવાનો ભય પણ સ્થાનિકોને સતાવી રહ્યો છે. આ પરિસ્થિતિને જોતા, સ્થાનિકોએ વહીવટી તંત્રને આ સમસ્યાનું ઝડપી સમાધાન લાવવા માટે અપીલ કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *