ગાંધીનગર

‘ગીર’ ફાઉન્ડેશન, ગાંધીનગરે વિશ્વ સિંહ દિવસ – 2025ની ઉજવણી કરી

વિશ્વ સિંહ દિવસ દર વર્ષે 10 ઓગસ્ટના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસ જંગલના રાજા ગણાતા સિંહને સમર્પિત દિવસ છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં સિંહોના સંરક્ષણ અને સંવર્ધન અંગે જાગૃતિ લાવવાનો છે. બિડાલ કુળના વન્યજીવ સિંહ આહાર શ્રૃંખલાની ટોચની મહત્વની કડીઓ છે. આજના દિવસની ઉજવણી આ ઉત્કૃષ્ટ વન્યજીવોના મહત્વ તેમજ સંરક્ષણ અંગે ચિંતન કરવાની તક આપે છે.

જંગલના રાજા એવા સિંહોના સંરક્ષણ અને લોકભાગીદારી પાછળના અવિશ્વસનીય પ્રયત્નોનું પરિણામ આપણે સૌ જાણીએ છીએ કે, ગુજરાતના ગૌરવ એવા એશિયાઈ સિંહોની સંખ્યામાં ઉત્તરોતર વૃધ્ધિ થઈ રહી છે. ચાલુ વર્ષે થયેલ વસતિઅંદાજ અનુસાર એશિયાઈ સિંહોની સંખ્યા 891 થઇ છે.

રવિવારે તા. 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે નિયામકશ્રી, ‘ગીર’ ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ આ ઉદ્દેશને સાર્થક કરવા ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં “Feel the Roar, Heal the Fear –Info Talk on Lion and Nature Trail” કાર્યક્રમ યોજાયો હતો જેમાં હેપ્પી યુથ ફાઉન્ડેશન સંચાલિત હેપ્પી યુથ ક્લબ, ગાંધીનગર સાથે જોડાયેલા સભ્યો અને તેમના પરિવારના બાળકો સહિત 40 જેટલા સભ્યોએ ભાગ લીધો હતો. તેઓ સાથે સિંહના પારિસ્થિતિકીય તંત્રમાં મહત્વની ભૂમિકા અને તેના સંરક્ષણ અંગે માહિતી આપવામાં આવી હતી.

આજે સમગ્ર દિવસ દરમ્યાન પાર્કની મુલાકાત લેનાર હેપ્પી યુથ ક્લબના મુલાકાતીઓને વિડીયો પ્રેઝન્ટેશન મારફતે વિશ્વ સિંહ દિવસ અંગે અગત્યની માહિતી પ્રદાન કરવામાં આવી હતી, જેમાં એશિયાઈ સિંહ અંગે માહિતી આપતા વિડિયો દિવસ દરમિયાન દેખાડવામાં આવ્યા હતા. વધુમાં વાઈલ્ડલાઈફ ઓરિગામી શિખવવાનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બાળકોએ ઓરિગામી આર્ટિસ્ટની મદદથી કાગળમાંથી અવનવા પ્રાણીઓ બનાવવાનું શીખ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *