ગાંધીનગર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ધામધુમથી ઉજવણી કરવામાં આવી
ગાંધીનગર ખાતે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત ૯ મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ધામધુમથી ઉજવણી કરવામાં આવી.
સૌપ્રથમ સવારે આદિવાસી સમાજના વડીલો,યુવાનો,વિદ્યાર્થીઓ વગેરે દ્વારા બિરસા મુંડા ભવન, સેક્ટર ૧૦ ખાતે ભગવાન બિરસા મુંડા ની પ્રતિમાને ફૂલહાર પહેરાવી પૂજન કરવામાં આવ્યું,ત્યાર બાદ આંબેડકર ભવન સેક્ટર ૧૨ ખાતે આદિવાસી સમાજ, વિશ્વ આદિવાસી દિવસ અને સમાજને લગતા વિષયો પર્ સમાજના યુવાનો ,વડીલો અને નિવ્રુત્ત અધિકારીઓ દ્વારા પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા અને કાર્યક્રમના અંતિમ તબક્કામાં આદિવાસી સંસ્કૃતિ અને સામુહિક ટીમલિ ગીત અને નૃત્ય કરી અંતે ચા- નાસ્તો કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી.