સ્વતંત્રતા દિવસ 2025: ગુજરાતના બે પોલીસ અધિકારી સહિત કુલ 1090 કર્મીઓ સન્માનિત
સ્વાતંત્ર્ય દિવસ, 2025ના અવસરે દેશભરમાં પોલીસ, ફાયર વિભાગ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ અને સુધારાત્મક સેવાઓના કુલ 1090 કર્મીઓને તેમની વીરતા અને વિશિષ્ટ સેવાઓ માટે વિવિધ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્વારા આ સન્માન એવા કર્મચારીઓને આપવામાં આવ્યું છે જેમણે પોતાના ક્ષેત્રમાં અસાધારણ યોગદાન આપ્યું છે.
આ સન્માનિત થનાર કર્મીઓમાં:
* 233 કર્મીઓને વીરતા પુરસ્કાર (Gallantry Medal): આ મેડલ બહાદુરીના કાર્યો માટે આપવામાં આવે છે.
* 99 કર્મીઓને વિશેષ સેવા માટે પ્રેસિડેન્ટ મેડલ (President’s Medal for Distinguished Service (PSM)): આ મેડલ ઉચ્ચ કક્ષાની અને નોંધપાત્ર સેવાઓ માટે આપવામાં આવે છે.
* 758 કર્મીઓને પ્રશંસનીય સેવા માટે પુરસ્કાર (Medal for Meritorious Service (MSM)): આ મેડલ તેમના ઉત્કૃષ્ટ સમર્પણ અને મૂલ્યવાન સેવા માટે આપવામાં આવે છે.
ખાસ કરીને, ગુજરાત માટે ગૌરવની વાત છે કે રાજ્યના બે પોલીસ અધિકારીઓ, ACBના પીયૂષ પટેલ અને IBના મુકેશ સોલંકી, ને વિશેષ સેવા માટેનો પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ મેડલ (PSM) એનાયત કરવામાં આવ્યો છે. આ સન્માન તેમની નોંધપાત્ર અને સમર્પિત સેવાઓનું પ્રતીક છે.