સેંટ ઝેવિયર્સ સ્કૂલ, ગાંધીનગરના ૪૨ વિદ્યાર્થીઓએ વોલ્ટાસ બેકો ફેક્ટરીની લીધી મુલાકાત
બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ- BIS દ્વારા ગાંધીનગર ખાતે આવેલી સેંટ ઝેવિયર્સ સ્કૂલ, સેક્ટર–૮ના ૪૨ વિદ્યાર્થીઓએ વોલ્ટાસ બેકો ફેક્ટરી- સાણંદની મુલાકાત લીધી હતી. આ મુકાલાત દરમિયાન બાળકોને બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ- BIS દ્વારા કરવામાં આવતી માનકીકરણ-હોલમાર્ક અને પ્રમાણપત્રની કામગીરી અંગે સમઝણ આપવામાં આવી હતી. આ ઉપરાંત વોલ્ટાસ બેકો ફેક્ટરીના કર્મચારીઓએ વિદ્યાર્થીઓનું જ્ઞાન અભ્યાસક્રમ પૂરતું સીમિત ન રાખતા, ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવતા રેફ્રિજરેટરનું મેન્યુફેક્ચરિંગથી લઈને પ્રોડક્શન સુધીની સમગ્ર પ્રક્રિયાની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
ભારતમાં બનાવેલી વસ્તુઓના સ્ટાન્ડર્ડ્સનું મહત્વ બાળકો સમજે તે હેતુથી શાળાના આચાર્ય ફાધર અરુલ, શાળાના શિક્ષક મેન્ટર શૈલા જોશી , કનું સર તેમજ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સના અધિકારી શ્રી સંદીપભાઈ અને તેમની ટીમ સાથે મળીને આ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કર્યું હતું.