ઉપરાષ્ટ્રપતિ પદ માટે NDAના ઉમેદવાર તરીકે સી.પી. રાધાકૃષ્ણનનું નામ જાહેર
નવી દિલ્હી: નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનનું નામ સત્તાવાર રીતે જાહેર કર્યું છે. આ નિર્ણય આજે નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલય ખાતે યોજાયેલી સંસદીય બોર્ડની બેઠકમાં લેવામાં આવ્યો હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના તમામ સભ્યો ઉપસ્થિત હતા.
જાણો સી.પી. રાધાકૃષ્ણન વિશે:
- રાજકીય કારકિર્દી: 20 ઓક્ટોબર 1957ના રોજ તમિલનાડુના તિરુપુરમાં જન્મેલા ચંદ્રપુરમ પોન્નુસ્વામી રાધાકૃષ્ણન (સી.પી. રાધાકૃષ્ણન) એક વરિષ્ઠ ભાજપ નેતા છે.
- શૈક્ષણિક લાયકાત: તેમણે વી.ઓ. ચિદમ્બરમ કોલેજ, કોઈમ્બતુરથી બીબીએની ડિગ્રી મેળવી છે.
- પૂર્વ પદો: તેઓ અગાઉ કોઈમ્બતુરથી સાંસદ રહી ચૂક્યા છે અને તમિલનાડુ ભાજપના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
- મહત્વપૂર્ણ કાર્ય: તમિલનાડુ ભાજપના પ્રમુખપદે રહીને તેમણે આતંકવાદ વિરુદ્ધ જાગૃતિ ફેલાવવા માટે 93 દિવસની રથયાત્રાનું આયોજન કર્યું હતું.
આ જાહેરાત સાથે, રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી અનેક અટકળોનો અંત આવ્યો છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે અનેક નામો ચર્ચામાં હતા, પરંતુ અંતે સી.પી. રાધાકૃષ્ણનનું નામ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે.a