રાષ્ટ્રીયવેપાર

એપલે ભારતમાં આઇફોન 17નું ઉત્પાદન શરૂ કર્યું, તમામ મોડલનું લોન્ચ પહેલા મેન્યુફેક્ચરિંગ

નવી દિલ્હી: ટેક દિગ્ગજ એપલે ભારતમાં એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. કંપનીએ ભારતમાં આગામી આઇફોન 17 સિરીઝના તમામ મોડલનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. આ પહેલીવાર બન્યું છે કે લોન્ચ પહેલાં જ એપલના તમામ મોડલ ભારતમાં બની રહ્યા છે. આ મોડલમાં આઇફોન 17, આઇફોન 17 પ્રો, આઇફોન 17 પ્રો મેક્સ અને નવું મોડલ આઇફોન 17 એર સામેલ છે. ભારત બનશે મેન્યુફેક્ચરિંગ હબ ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરના કારણે એપલ હવે માત્ર ચીન પર નિર્ભર રહેવા માંગતું નથી. આ જ કારણ છે કે એપલે ભારતને પોતાના મેન્યુફેક્ચરિંગ હબ તરીકે પસંદ કર્યું છે. ભારતમાં ઉત્પાદિત થતા આઇફોનને અમેરિકા સહિત અન્ય દેશોમાં પણ મોકલવામાં આવશે.

ટ્રમ્પની ધમકી અને એપલનો નિર્ણય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ એપલને ધમકી આપી હતી કે જો તેઓ અમેરિકામાં ફોનનું ઉત્પાદન નહીં કરે તો તેમની પ્રોડક્ટ પર ટેરિફ લગાવવામાં આવશે. આ છતાં એપલે ભારતમાં ઉત્પાદન ચાલુ રાખ્યું છે, અને આગામી ચાર વર્ષમાં અમેરિકામાં પણ 100 બિલિયન ડોલરનો પ્લાન્ટ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ નિર્ણય પાછળનો હેતુ ભારતમાં બનેલા આઇફોન પર અમેરિકા ટેરિફ ન લગાવે તે સુનિશ્ચિત કરવાનો છે.

ઉત્પાદન અને નિકાસમાં વધારો એપલ ભારતમાં તેના મેન્યુફેક્ચરિંગ પાર્ટનર જેવા કે ફોક્સકોન (બેંગ્લોર) અને ટાટા ગ્રુપ (તમિલનાડુના હોસુર) સાથે મળીને કામ કરી રહ્યું છે. ટાટા ગ્રુપના પ્લાન્ટમાં બનતા તમામ આઇફોન ભારતીય માર્કેટ માટે હશે. એપલ દ્વારા ચીનથી આઇફોન એક્સપોર્ટ કરવાનું ઓછું કરતા જ ભારતીય નિકાસમાં ભારે વધારો થયો છે. એપ્રિલથી અત્યાર સુધીમાં 7.5 બિલિયન ડોલરના આઇફોન ભારતમાંથી એક્સપોર્ટ થયા છે, જે ગયા વર્ષના કુલ એક્સપોર્ટના અડધાથી વધુ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *