સમર્થ સિટી હેરિટેજ વિલામાં ધામધૂમથી ઉજવાયો ગણેશોત્સવ
સરગાસણ ખાતે આવેલી समर्थ સિટી હેરિટેજ વિલામાં ગણેશોત્સવની ઉજવણી ઉત્સાહ અને ભક્તિભાવે યોજાઈ. બાપ્પાનું આગમન ઢોલ-તાશાં અને વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું. દરરોજના પૂજન, આરતી, ભજન અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા રહેવાસીઓએ એકતા અને આનંદનો અનુભવ કર્યો. બાળકો અને વૃદ્ધો સહિત તમામ રહેવાસીઓ પૂરી નિષ્ઠાથી ઉત્સવમાં ભાગ લીધો. ભગવાન ગણેશજીના આશીર્વાદથી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ સ્થિર રહે તેવી પ્રાર્થના સાથે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સ્નેહપૂર્ણ રીતે આગળ વધી રહ્યો છે.