ahemdabadગુજરાતવેપાર

અમદાવાદ મેટ્રોની આર્થિક ગાડી પાટા પર: બે વર્ષની ખોટ બાદ 238.93 કરોડનો નફો નોંધાયો

અમદાવાદ: અમદાવાદ અને ગાંધીનગરના લાખો નાગરિકોની ‘લાઈફલાઈન’ બની ગયેલી મેટ્રો રેલે હવે આર્થિક રીતે પણ પાટા પર આવી ગઈ છે. સતત બે વર્ષની ખોટ બાદ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)એ નાણાકીય વર્ષ 2023-24માં 238.93 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે.

આ આંકડા GMRCના વાર્ષિક સરવૈયામાં સામે આવ્યા છે. પાછલા બે વર્ષમાં મેટ્રોને અનુક્રમે 46.53 કરોડ અને 320.85 કરોડની ખોટ થઈ હતી, જેની સરખામણીએ આ વર્ષે ₹872 કરોડની કુલ આવક સાથે નફાનો માર્ગ ખુલ્યો છે.

નફા પાછળના મુખ્ય કારણો:

  • મુસાફરોની સંખ્યામાં વધારો: નાણાકીય વર્ષ 2023-24માં કુલ 2.93 કરોડ મુસાફરોએ મેટ્રોનો ઉપયોગ કર્યો, જે સરેરાશ દરરોજ 80,184 મુસાફરો દર્શાવે છે. મુસાફરીથી ₹37.96 કરોડની આવક થઈ છે.
  • ભાડા સિવાયની આવક: મેટ્રોએ જાહેરાતો અને અન્ય સ્ત્રોતોમાંથી પણ ₹2.55 કરોડની કમાણી કરી છે.
  • ભવિષ્યની સંભાવનાઓ: સૂત્રોના જણાવ્યા મુજબ, નાણાકીય વર્ષ 2024-25માં મેટ્રોના રૂટ વધવાથી નફાનું પ્રમાણ વધુ વધવાની શક્યતા છે. મુસાફરોની સંખ્યામાં પણ વાર્ષિક સરેરાશ 30% નો વધારો જોવા મળ્યો છે.

આ આંકડા મેટ્રો રેલની સફળતા દર્શાવે છે અને દર્શાવે છે કે જાહેર પરિવહનની આ સેવા હવે આર્થિક રીતે પણ સદ્ધર બની રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *