ahemdabadગુજરાત

ગુજરાતમાં માર્ગ અકસ્માતનો આંકડો ચિંતાજનક: દરરોજ સરેરાશ ૪૫ અકસ્માત

ગુજરાતમાં બેફામ ડ્રાઈવિંગને કારણે માર્ગ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ‘રોડ એક્સિડન્ટ ઈન ઇન્ડિયા ૨૦૨૩’ના રિપોર્ટમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે, જે દર્શાવે છે કે ઓવરસ્પીડ અને બેદરકારી સૌથી મોટા કારણો છે. આ રિપોર્ટ મુજબ, ૨૦૨૩માં ગુજરાતમાં કુલ ૧૬,૩૪૯ અકસ્માત થયા, જેમાં ૭,૮૪૫ લોકોએ જીવ ગુમાવ્યો. અકસ્માતથી થતા મૃત્યુદરમાં ૫.૪% નો વધારો નોંધાયો છે.

અમદાવાદ શહેરમાં પણ પરિસ્થિતિ ગંભીર છે. ૨૦૨૩માં શહેરમાં કુલ ૫૧૮ અકસ્માત થયા, જેમાં સૌથી વધુ મૃત્યુ રાહદારીઓ અને ટુ-વ્હીલર સવારોના થયા. રિપોર્ટ મુજબ, ૨૩૬ રાહદારીઓ અને ૨૨૨ ટુ-વ્હીલર ચાલકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઉપરાંત, સાઇકલ સવારો પણ જોખમમાં છે, જેમના ૨૬ મૃત્યુ નોંધાયા હતા. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે નિર્દોષ લોકો બેફામ ડ્રાઇવિંગનો ભોગ બની રહ્યા છે.

આ રિપોર્ટમાં કેટલાક ચોંકાવનારા તથ્યો પણ સામે આવ્યા છે. અમદાવાદમાં વરસાદી માહોલ કરતાં સુકા અને સ્વચ્છ વાતાવરણમાં વધુ અકસ્માત નોંધાયા છે. સુકા વાતાવરણમાં ૧૭૧૮ અકસ્માત થયા, જેમાં ૫૧૨ લોકોએ જીવ ગુમાવ્યો. બ્રિજ અને વળાંકવાળા રસ્તાઓ કરતાં સીધા હાઈવે પર વધુ અકસ્માત થયા છે, કારણ કે વાહનચાલકો ત્યાં ઓવરસ્પીડથી વાહન ચલાવે છે. દારૂ પીને ડ્રાઈવિંગ કરવાના ૨૨ અકસ્માત થયા, જ્યારે રિક્ષાથી થતા અકસ્માતનું પ્રમાણ કાર અને બસ કરતા પણ વધુ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *