આવતીકાલે સે.૨માં સ્વામિનારાયણ મંદિર ખાતે “સ્વૈચ્છિક રક્તદાન શિબિર”નું આયોજન
ગાંધીનગર તા.૮
૫.પૂ. ધ.ધુ. આચાર્ય ૧૦૦૮ શ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞાથી એવમ્ સમગ્ર ધર્મકુળના આશીર્વાદથી શિક્ષાપત્રી લેખન ૨૦૦ વર્ષ સમૈયાના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, સેક્ટર-૨, ગાંધીનગર દ્વારા સ્વ.અમૃતભાઈ કરશનદાસ સોલંકીના સ્મરણાર્થે હ. જયશ્રીબેન સોલંકી અને શહેરના સેવાભાવી યુવાનોની સંસ્થા હેપ્પી યુથ ફાઉન્ડેશન સંચાલિત હેપ્પી યુથ ક્લબના સહયોગથી તા.૧૦મી સપ્ટેમ્બર, ૨૦૨૫ બુધવારના રોજ સવારે ૮.૦૦ થી બપોરના ૧૨ વાગ્યા દરમ્યાન શ્રી સ્વામિનારાયણ મંદિર ભક્તિ માતા ભવન સેક્ટર-૨ ખાતે “સ્વૈચ્છિક રક્તદાન શિબિર”નું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન શિબિરમાં રક્તદાન કરનાર તમામ રક્તદાતાને પ્રમાણપત્ર સાથે શુભેચ્છા ભેટ આપી સન્માનીત કરવામાં આવશે. આ રક્તદાન શિબિર”માં રક્ત એકત્ર કરવાની સેવા ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતેથી બ્લડ બેંકની ટીમ દ્વારા આપવામાં આવશે. આ “હેપ્પી રક્તદાન શિબિર”માં એકત્રિત રક્ત જરૂરિયાતમંદ દર્દીઓને અકસ્માત, ઓપરેશન કે ગંભીર બીમારીની સારવાર જેવા અણીના સમયે જીવન બચાવવા ઉપયોગી નીવડશે. માનવસેવાના આ કાર્યમાં મોટી સંખ્યામાં સામેલ થવા શહેરના રક્તદાતાઓ, યુવાનોને હેપ્પી યુથ ક્લબ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.