ahemdabadગુજરાત

ગુજરાત સરકાર દ્વારા પહેલીવાર પ્રી-નવરાત્રી ફેસ્ટિવલનું આયોજન

ગાંધીનગર: ગુજરાતના સુપ્રસિદ્ધ લોકનૃત્ય ગરબાનો વ્યાપ વધારવા માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી છે. યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત ગરબાના તાલે હવે રાજસ્થાનના ઉદયપુરવાસીઓને ઝૂમતા કરવા માટે પહેલીવાર **’વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ – ૨૦૨૫’**નું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય કાર્યક્રમ ૧૪ સપ્ટેમ્બરના રોજ ઉદયપુરના ફિલ્ડ ક્લબ ખાતે યોજાશે.

આ ઉત્સવમાં લોકપ્રિય ગાયક પાર્થિવ ગોહિલ લાઈવ પરફોર્મન્સ આપશે. આ ઉપરાંત, ગુજરાતી લોકનૃત્ય, તલવાર રાસ, ગોફ ગૂંથણ અને મણિયારો રાસ જેવા વિવિધ નૃત્યો પણ રજૂ કરવામાં આવશે. રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને ગુજરાતના પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

ઉત્સવ પહેલાં સ્થાનિકો ગરબાની લય શીખી શકે તે માટે ૮ થી ૧૩ સપ્ટેમ્બર સુધી ઉદયપુરમાં નિઃશુલ્ક ગરબા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પ્રવેશ નિઃશુલ્ક રહેશે અને ખેલૈયાઓ માટે પરંપરાગત પોશાક ફરજિયાત રહેશે. શ્રેષ્ઠ ગરબા પ્રદર્શન અને પરંપરાગત પોશાક માટે ₹૫,૦૦૦ સુધીના વાઉચરો અને ઇનામો પણ આપવામાં આવશે. આ ફેસ્ટિવલ ગુજરાત અને રાજસ્થાન વચ્ચેનો સાંસ્કૃતિક સેતુ બની રહેશે. પ્રવાસન નિગમે નવરાત્રી બાદ દિલ્હીમાં પણ ‘શરદપૂનમ’ની રાત્રે ખાસ ગરબા મહોત્સવ યોજવાની જાહેરાત કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *