રાષ્ટ્રીય

દિલ્હી અને બોમ્બે હાઈકોર્ટમાં બોમ્બની ધમકી: એક ઈ-મેઈલથી મચ્યો હડકંપ

દિલ્હી: દિલ્હી અને બોમ્બે હાઈકોર્ટમાં શુક્રવારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં હડકંપ મચી ગયો. એક અજાણ્યા ઈ-મેઈલ દ્વારા આ ધમકી આપવામાં આવી હતી, જેના પગલે તાત્કાલિક બંને કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યા. સુરક્ષા માટે બોમ્બ સ્ક્વોડ અને પોલીસની ટીમોને ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે અને સઘન તપાસ ચાલી રહી છે.

પોલીસ સૂત્રો અનુસાર, દિલ્હી હાઈકોર્ટને બપોરે ૨ વાગ્યા સુધીમાં ખાલી કરવાની ધમકી મળતાં જ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરક્ષાના ભાગરૂપે તમામ ન્યાયાધીશો, વકીલો અને કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. દિલ્હી હાઈકોર્ટ બાદ તરત જ બોમ્બે હાઈકોર્ટને પણ સમાન ધમકી મળતા ત્યાં પણ પરિસર ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

ધમકીભર્યા ઈ-મેઈલમાં રાજકીય નિવેદનો અને કેટલાક જાણીતા નેતાઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મેઈલની ભાષા અને વિષયવસ્તુને જોતા અધિકારીઓએ આ ઘટના પાછળ કોઈ “આંતરિક કાવતરું” હોવાની શંકા વ્યક્ત કરી છે. હાલ, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ મેઈલના સ્ત્રોતને શોધવા અને ધમકીની સત્યતા ચકાસવા માટે ઊંડી તપાસ કરી રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *