કડી સર્વ વિશ્વવિદ્યાલય “સંગત 2025” યુવક મહોત્સવની ઉત્સાહભેર “સંસ્કૃતિની સુગંધ” વિષય પર ભવ્યાતિભવ્ય શુભારંભ
107 વર્ષથી અવિરત ગુજરાતના ઉચ્ચશિક્ષણ જગતમાં સર્વ વિદ્યાલય કેળવણી મંડળની સંસ્કાર સાથે શિક્ષણ આપતી પ્રતિષ્ઠિત યુનિવર્સિટી કડી સર્વ વિશ્વવિદ્યાલયના યુવક મહોત્સવ સંગત ૨૦૨૫નું આયોજન તા.૧૬, ૧૯ અને ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫ રોજ સી.એમ પટેલ કોલેજ ઓફ નર્સિંગ તથા સી.એમ.પટેલ કોલેજ ઓફ ફિજીયોથેરાપીના યજમાન પદે આયોજિત કરવામાં આવ્યો છે. આ યુવક મહોત્સવ સંગત ૨૦૨૫ની શુભશરૂઆત રેલી દ્વારા કરવામાં આવી હતી. ઇન્ચાર્જ ડાયરેકટરશ્રી ડો.ગાર્ગી રાજપરા અને રજીસ્ટ્રાર શ્રી ડો.એસ.કે મંત્રાલા દ્વારા રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્તાન કરાવામાં આવ્યું હતું. આ રેલીમાં કુલ 11 કોલેજોના લગભગ ૩૨૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વિધાર્થીઓએ ખુબજ મહેનત કરી યુવક મહોત્સવની થીમ “સંસ્કૃતિની સુગંધ” પર આધારિત જુદા જુદા મોડેલો દ્વારા આપણા સંસ્કાર વારસાને જીવંત રાખવા માટે યુવાનોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
યુવક મહોત્સવ સંગત ૨૦૨૫નું ઉદ્ઘાટન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન તથા કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસીડન્ટ શ્રી વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રેરણા અને દીર્ઘ દૃષ્ટિથી, ઇન્ચાર્જ ડાયરેકટર ડો.ગાર્ગી રાજપરા તથા મુખ્ય મહેમાન તરીકે ગુજરાતી ફિલ્મ કસૂંબો, હેલારો, મહારાનીના જાણીતા અભિનેત્રી, નેશનલ અવોર્ડ વિજેતા શ્રીશ્રધ્ધા ડાંગર તથા ફિલ્મના જાણીતા એક્ટર શ્રી મૌલિક ચૌહાણના કરકમળો દ્વારા કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન યજમાન કોલેજના સંગત-૨૦૨૫ના કન્વીનરશ્રી ડો.રાજેશ રાવલ, પ્રિન્સીપાલ,સી.એમ.પટેલ કોલેજ ઓફ નર્સિંગ દ્વારા કરવામાં આવ્યું હતું.સંગત-૨૦૨૫નો ટૂંકો અહેવાલ ડો.કે.વેતીયાનાદન પ્રિન્સીપાલ,સી.એમ.પટેલ કોલેજ ઓફ ફિજીયોથેરાપી દ્વારા આપવામાં આવ્યો હતો.
આ યુવક મહોત્સવમાં જાણીતા અભિનેત્રી શ્રીશ્રધ્ધા ડાંગરે પોતાના અલગ અંદાજમાં રસાળ શૈલીમાં ઉદબોધન કર્યું હતું. ફિલ્મના જાણીતા એક્ટર મૌલિક ચૌહાણે પણ વિધાર્થીઓનો ઉત્સાહ વધાર્યો અને વિધાર્થીઓને જણાવ્યું હતું કે શૈક્ષણિક વિકાસમાં વિશ્વમાં કડી સર્વ વિશ્વવિદ્યાલયનો અમુલ્ય ફાળો રહેલો છે.
યુવક મહોત્સવના કો ઓર્ડીનેટર ડો.કપિલ ત્રિવેદી તથા કેમ્પસ ડાયરેક્ટર ડો.કેયુર શાહ સહિત કડી સર્વ વિશ્વવિદ્યાલયની તમામ વિભાગોના ડીન, ડાયરેકટર્સ તથા પ્રિન્સીપાલ શ્રીઓ ખાસ સંગત-૨૦૨5માં ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં સંગત-૨૦૨5ના કો-કન્વીનર પ્રો..ભાવિષા પટેલ વા.પ્રિન્સીપાલ, સી.એમ.પટેલ કોલેજ ઓફ નર્સિંગ દ્વારા આભાર વિધિ કરવામાં આવ્યું હતી. ત્યારબાદ વિવિધ કેટેગરી જેવી કે મહેંદી,કલે મોડેલીંગ,કાર્ટૂનીંગ સ્કીટ, ડીબેટ, ડાન્સ, ફાઈન આર્ટસ, મ્યુઝીક, સાહિત્યિક અને થીએટર જેવી કુલ ૩1 સ્પર્ધાઓ યોજાઈ હતી.