ગાંધીનગર

શરદ ઋતુમાં વિરેચન કર્મનું મહત્વ

શરદ ઋતુ માં પિત્ત ને લગતી વિવિધ સમસ્યાઓ જેવી કે ચામડી ના રોગો, જૂનો તાવ, નસકોરી ફૂટવી, કૃમિ, માઈગ્રેઈન (માથા નો દુખાવો), મોઢું આવવું-મોઢા માં ચાંદા પડવા, શ્વાસ, એલર્જી થી થતા તમામ રોગો (જેમ કે શરદી, ખાંસી, શ્વાસ અને ચામડી ના રોગો), ગાઉટ (ગઠિયો વા), માસિક ને લગતી સમસ્યાઓ, એસીડીટી થવી-છાતી માં બળતરા થવી ,ઉપરાંત ડાયાબિટીસ, આંખ ને લગતા રોગો, મસા-ભગંદર, મૂત્ર માર્ગ ના રોગો જેવા કે પેશાબ માં બળતરા થવી, પેશાબ ના ભાગે વારંવાર ઇન્ફેક્સન થવું, કિડની કે પેશાબ ની નળી માં પથરી હોવી તેમજ બીજા અનેક પિત્તજ રોગો વધારે જોવા મળે છે.

મોટા ભાગે ઋતુસંધિ એટલે બે ઋતુઓ નું જોડાવવું અને એમાં પણ શરદ ઋતુમાં પિત્ત ની ઘણીં બધી તકલીફો શરુ થાય છે અથવા તો વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. પિત્ત સંબંધી તમામ રોગો કે લક્ષણો ના નિરાકરણ માટે આ સમય દરમ્યાન વિરેચન કર્મ ઉત્તમ સારવાર છે. વિરેચન એ પંચકર્મ નો એક ભાગ છે જેમાં શરીર માં રહેલા ઝેરી/નુકસાનકારક(ટોક્સીન્સ) તત્વોને નીકળવા માટે શાસ્ત્રોક્ત પદ્ધતિથી વિરેચન (ઝાડા કરાવવાની પ્રક્રિયા) કરવામાં આવે છે.

“પંચકર્મ (શારીરિક શુદ્ધિકરણ પ્રક્રિયા )(ડિટૉક્સિફિકેશન પ્રક્રિયા)”. આયુર્વેદ માં પંચકર્મ નું ખુબજ મહત્વ છે. પંચકર્મ એટલે પાંચ અલગ અલગ પ્રકાર ના શારીરિક શુદ્ધિ કરવાના કર્મો. જેમાં વમન-થેરાપ્યુટિક ઈમેસીસ/ઉલટી કરાવવી , વિરેચન- થેરાપ્યુટિક પર્ગેસન/ઝાડા કરાવવા , બસ્તિ કર્મ – એનેમા, નસ્ય(નાક ના ટીંપા) અને રક્તમોક્ષન- આમાં અનેક પ્રકાર ના રક્તમોક્ષન આવે છે.

રોગો ની સારવાર માટે પંચકર્મ તમામ ઋતુઓ મા કરી શકાય છે. પરંતુ વ્યક્તિ એ રોગપ્રતિકારક શક્તિ – ઇમ્યુનીટી વધારવા માટે તેમજ સ્વસ્થ રહેવા અને ઋતુઓના ફેરફાર સામે શરીર નું સંતુલન જાળવવા તથા ખાસ કરી ને શરદ ઋતુ માં પિત્ત ને લગતી સમસ્યાઓથી દૂર રહેવા માટે ૨૩ ઓગસ્ટ થી ૨૩ ઓક્ટોબર દરમિયાન વિરેચન કરાવવું જ જોઈએ .

ડૉ. વિનાયક દિનેશચંદ્ર પંડયા

ન્યુરોપંચ આયુર્વેદ હોસ્પિટલ, સેક્ટર-૨૧ ,

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *