પદ્મનાભ મંદિરમાં 186 કરોડ ના સોનાના વાસણ ગાયબ.!
કેરલ ના પદ્મનાભ સ્વામી મંદિરે થી 769 સોના ના વાસણ ગાયબ થઇ ગયાના સમાચાર મળી રહ્યા છે. ત્યારે આ ગાયબ વાસણો ની કિંમત લગભગ 186 કરોડ જેવી થાય છે. સુપ્રીમ કોર્ટ ના આદેશ બાદ પણ પૂર્વ નિયંત્રક મહાલેખા પરીક્ષકે ઓડિટ કર્યું હતું. ઓડિટમાં વાસણો ગાયબ થયાનું માલુમ પડયું છે.
કોર્ટને સોંપાયેલી રીપોર્ટ માં જણાવાયું કે 776 કિલો વજન ના સોનાના વાસણ ગાયબ છે. સુપ્રિમ કોર્ટ ને આપેલ રિપોર્ટમાં જણાવ્યું કે મંદિર માં સ્થિત દરેક સામગ્રી જેવા વાસણો પાત્રો માટે સિરીયલ નંબર આપેલા છે. આંકડાના હિસાબથી પથ્થરના બનેલા લોકરમાં લગભગ સોનાના વાસણ હોવા જોઇએ. તપાસમાં માલુમ પડયું છે કે 822 સોનાના વાસણો ગાળી આભૂષણ નું નિર્માણ કરાયું છે. તેના બાદ 1166 સોના ના વાસણો મંદિરમાં હોવા જોઇએ. પરંતુ તપાસકર્તા અંતમાં મંદિરમાં ફકત 397 વાસણો જ છે. બાકિના ગાયબ થઇ ગયા છે. રિપોર્ટ મુજબ 779 કિલો લગભગ 759 સોનાના વાસણ ઓછા છે. જેની કિંમત 156 કરોડ છે. જેની તપાસ કરાવવી આવશ્યક છે. મંદિર એક ટ્રસ્ટની દેખરેખમાં કામ કરે છે. શ્રી પદ્મનાભ મંદિર ભારતનું સૌથી અમીર મંદિર છે.